Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

ગોંડલની પ્રજાપતિ દેવાંગી ધોળકિયાને સુરતમાં ગ્લેમ બીસ એવોર્ડ શિલ્પા શેટ્ટીના હાથે એનાયત કરાયો

નિરંકાર એકિઝબિશન દ્વારા સુરત ખાતે ઓલ ગુજરાત કોમ્પિટીશનનું થયેલ આયોજન

ગોંડલ, તા.૧૨: ગોંડલના ભવનાથનગર સોસાયટીમાં રહેતી અને મૂળ પ્રજાપતિ શિવરાજગઢ ગામના વતની દેવાંગી પ્રકાશભાઈ ધોળકીયા દ્વારા તાજેતરમાં સુરત વણીકવાડી વાડીલાલ દરવાજા ખાતે નિરંકાર એકઝીબીશન દ્વારા આયોજિત ઓલ ગુજરાત કોમ્પિટિશનમાં નોમિનેશન કરવામાં આવ્યું હતું. આ બ્યુટી પાર્લર ની કોમ્પિટિશનમાં દેવાંગી ધોળકીયા દ્વારા એક યુવતીને દુલ્હન તૈયાર કરવામાં આવી હોય જેને જજ સહિત સર્વેનું મન મોહી લેતા દેવાંગી ધોળકિયા ને 'બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ એવોર્ડ' મળવા પામ્યો હતો અને આ એવોર્ડ બોલીવુડ હિરોઇન શિલ્પા શેટ્ટીના હાથે દેવાંગીને એનાયત કરાતા ગોંડલનું ગૌરવ વધવા પામ્યું હતું આ કોમ્પિટિશનમાં ૯૯ જેટલા પ્રતિયોગીઓ જોડાયા હતા.

ગોંડલની યુવતી દેવાંગી ધોળકીયા એ બીબીએ સુધીનો અભ્યાસ કરી જીપીએસસીની તૈયારીઓ પણ કરી હતી એ ઉપરાંત તેઓને મેકઅપ આર્ટિસ્ટ બનાવવાનો પણ શોખ હોય આજે આ એવોર્ડ મેળવતા પરિવારે ગૌરવ અનુભવ્યો હતો દેવાંગીના પિતા ફર્નિચરના વ્યવસાય સાથે જોડાયેલા છે જયારે માતા ગોંડલમાં બ્યુટીપાર્લર ચલાવી રહ્યા છે દેવાંગીએ આગામી દિવસોમાં સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ બનવાની ઇચ્છા વ્યકત કરી હતી.

(12:20 pm IST)