Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

મધદરિયે યમનીની હત્યા કરનાર સાથી ક્રુ મેમ્બર વિદેશી શખ્સની અલંગમાં અટક

ભાવનગર તા.૧૨: યમન દેશથી ભારત આવી રહેલ જહાજંના ક્રુ મેમ્બરની સાથી ક્રુ મેમ્બરે છરીના ઘા ઝીંકી હત્યા કરવાની ઘટનામાં મૃતકના મૃતદેહને ભાવનગર લાવવામાં આવ્યો છે. હત્યા કરનાર આરોપીની પણ પોલીસે અટકાયત કરી છે.

યમન દેશથી ભારત તરફ આવી રહેલા ઓસીસ-૩ જહાજમાં સફર કરી રહેલ ક્રુ મેમ્બર અબ્દુલ હકીમ અબ્દુલ્લાહની તેના સાથી ક્રુ મેમ્બર માશેલ મહમ્મદ કૈદએ છીરના ઘા ઝીંકી હત્યા કરી હતી.

આંતરરાષ્ટ્રીય જળસીમામાં બનેલ હત્યાના બનાદ બાદ જહાજ અલંગ આવી પહોંચતા પોર્ટ મરીન પોલીસે હત્યાના બનાવ અંગે જાણવા જોગ નોંધ કરી મૃતક ખલાસીના મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડાયો હતો.

મરીન પોલીસે હત્યા કરનાર માશેલની પણ અટકાયત કરી છે.

આ બનાવ અંગે પોર્ટ મરીન પોલીસના સબ ઇન્સ્પેકટર એન.એમ. મંડેરા તપાસ ચલાવી રહ્યા છે.

(12:20 pm IST)