Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

બગસરા પાસે પતિના બાઇક પરથી પડી જતા જાબીયાબેન ભારમલનું મોત

પુત્રને સ્કૂલે લેવા જતી વખતે બનાવઃ મહિલાએ રાજકોટની હોસ્પિટલમાં દમ તોડયો

રાજકોટ તા.૧૨: અમરેલીના બગસરા પાસે પતિના બાઇક પાછળથી પડી જતા અકસ્માતમાં ઘવાયેલ મહિલાનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોત નિપજયું હતું. મળતી વિગત મુજબ બગસરા ગામમાં રહેતા જાબીયાબેન હુશેનભાઇ ભારમલ (ઉ.વ.૨૭) ગત તા. પના રોજ પતિના બાઇક પાછળ બેસી પુત્રને સ્કૂલે લેવા માટે જતા હતા. ત્યારે બાઇક પાછળથી પડી જતાં માથમાં ઇજા થતા તેને સારવાર માટે રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન ગઇકાલ ેમોત નિપજયું હતું.આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે પ્રાથમિક કાગળો કરી બગસરા મોકલવા તજવીજ હાથ ધરી છે.

(12:19 pm IST)
  • વડાપ્રધાન મોદીની બાયોપિક ફિલ્મ ઉપર ચૂંટણી પંચે મુકેલા બાન વિરુદ્ધ નિર્માતાઓ સુપ્રીમ કોર્ટમાં : 15 એપ્રિલના રોજ સુનાવણી હાથ ધરાશે access_time 12:26 pm IST

  • જયપુર સટ્ટા બઝારે આગામી ચૂંટણીમાં ભાજપને ૨૩૦ થી ૨૩૫ બેઠકો મળશે તેવો વરતારો પ્રથમ તબક્કાના મતદાન પૂર્વે આપ્યો હોવાનું ન્યૂઝ ફર્સ્ટનો અહેવાલ જણાવે છે. access_time 9:07 pm IST

  • ચેન્નઇમાં આયકરના મોટા પાયે દરોડાઃ ચેન્નઇઃ ચેન્નઇમાં આજ સવારથી પીએસકે કન્સ્ટ્રકશન ગ્રુપ ઉપર ઇન્કમટેક્ષના મોટાપાયે દરોડાઃ આ ગ્રુપ ડીએમકેનું ટેકેદાર હોવાનું જાણવા મળે છેઃ દરોડાની કાર્યવાહીથી ડીએમકે લાલઘુમ access_time 11:38 am IST