Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

માણાવદરમાં પઠવાડિયાથી પાણી વિતરણ બંધ

માણાવદર તા.૧૨: શહેરમાં છેલ્લા ૭-૭ દિ'થી પીવાનું પાણી નહિ મળ્યાની ઠેર-ઠેરથી ફરિયાદો ઉઠવા પામી છે. એકતરફ ગરમીની શરૂઆત થઇ ત્યારે દિન-પ્રતિદિન પીવાના પાણી તથા વપરાશની જરૂરીયાત વધી રહી છે. સ્થાનિક બોર -કુવામાં પાણી નથી ની બૂમ પાલિકા કહે છે. કલેકટરશ્રી તમામ સ્ત્રોતની જાતે સાચી ખરાઇ કરે તેવી માંગણી છે.

બીજી તરફ પા.પુરવઠા પાણી આપે છે તેનું જોવું રહ્યું સરકાર દુષ્કાળના દેશવટાની મોટી વાતો હાલની સ્થિતિ પરથી ફલિત થાય છે કે ૭-૭ દિવસેપ્રજાજનોને સફળ થતા નથી ઉપરાંત પશુઓને નહિ મળવાથી અનેક નાગરિકો ફરિયાદો કરી રહ્યા છે. પ્રજાજનો કહે છે કે  પાણી નિયમિત ન આપી શકતા હોતો પાણી વેરો કેમ લ્યો છો? પીવાના પાણીની પ્રાથમિક સુવિધા જ મળતી નથી તેનું શું? હાલ ૩૫ હજારની જનતામાં ૭-૭ દિવસે પીવાના પાણી નહી મળતા રોષ ભભુકયો છે.

(12:17 pm IST)