Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

ભાવનગર જિલ્લાના જળાશયોમાંથી ગેરકાયદેસર પાણી ખેંચવા પર પ્રતિબંધ ફરમાવતા અધિક કલેકટરશ્રી ઉમેશ વ્યાસ

ભાવનગર તા ૧૨ :   જરૂરિયાત કરતા થયેલ ઓછા વરસાદના કારણે ઉનાળામાં ભાવનગર  જિલ્લાના   વિસ્તારોમાં પાણીની તંગી સર્જાવાની શકયતાઓ  રહેલી  છે,જેના અનુંસંધાને અસામાજિક તથા માથાભારે તત્વો  બીનઅધિકૃત રીતે પાઇપલાઇન તથા વાલ્વમાં તોડફોડ કે ચેડા  કરી પાણી ચોરી ન  કર  ેતે હેતુથી અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ઉમેશ વ્યાસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.

 

જેઅંતર્ગત ખેતીના ઉપયોગ માટે તથા માલઢોર ન ેપાણી પીવાના ઉપયોગ સહિત અન્ય ઉપયોગ માટે નર્મદા મહી, શેત્રુજી સહિતની  જિલ્લાની તમામ નદી, તળાવો, ડેમો તેમજ ગુજરાત પાણી પુરવાઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, ભાવનગર તથા  સિંચાઇ યોજના   વિભાગ ભાવનગર સહિતના તમામ  વિભાગ હેઠળની પાઇપલાઇનો, વાલ્વ તથા   નહેરોમાં ભંગાણ, તોડફોડ  કરી ગેરકાયદેસર પાણી વાળવા તથા ખેંચવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.

તદ ઉપરાંત જિલ્લાના જળાશયોના અનામત જથ્થામાંથી કોઇપણ વ્યકિત કે ખાતેદાર  દ્વારા જળાશય કે  આસપાસ બેઝિન વિસ્તારમાંથી ગેરકાયદેસર પાણી લેવા કે ડૂબ વિસ્તારમાં ગેરકાયદેસર કુવા, બોર  બનાવી પાણી ખેંચવા પર પણ  પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે, તેમજ આ જાહેરનામું તા. ૦૩/૦૭/૨૦૧૯ સુધી અમલમાં રહેશે.

(12:16 pm IST)