Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

ગારીયાધાર સીટી તલાટી કચેરીને વિવિધ કરની ૫.૬૮ લાખની આવક

રીયાધાર તા.૧૨: ગારીયાધાર મામલતદાર કચેરી ખાતે નાની એવી ઓરડીમાં ચાલતી સીટી તલાટી કચેરી દ્વારા એક વર્ષમાં ૫.૬૮ લાખની વિવિધ કરો હેઠળ વસુલાત કરાઇ છે.

ગારીયાધાર સીટી તલાટી કચેરીમાં વિવિધ જમીનોની ખેતી-બીનખેતી મહેસુલી વસુલાત  બીનખેતી શરત ભંગ અને શિક્ષણ ઉપકર જેવી  વસુલાતો  થતી હોય છે જેમાં ૨૦૧૮-૧૯ વર્ષમાં સીટી તલાટી કચેરીમાં ૫,૬૮,૩૦૭/-ની વિવિધ વસુલાત કરાઇ છે.જે આવકમાં ૨૦૧૮-૧૯ના વર્ષમાં મહેસુલમાં ૩૪૬૫૯૮/-, બીનખેતી શરતભંગની દંડ વસુલાત ૧,૬૯,૨૪૪/- અને શિક્ષણ ઉપકર ૫૨૪૬૫/-ની વસુલાત આવક થવા પામી હતી. આ વસુલાત બાબતે સીટી તલાટી કાંતીભાઇના જણાવ્યા પ્રમાણે કચેરીનું વર્ષ જુલાઇ માહે પૂર્ણ થતું હોવાથી કચેરીમાં એપ્રિલથી જુલાઇ સુધી વધારે આવક થતી હોય છે

(12:16 pm IST)