Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

ભાવનગરમાં પીવાના પાણીનો પોકાર : શેત્રજી-ગૌરીશંકર અને બોપ તળાવના તળીયા દેખાયા

ભાવનગર તા.૧૨ : ઉનાળાના દિવસોમાં વિવિધ વિસ્તારોમાંથી પીવાના પાણીની લોક ફરીયાદો ઉઠવા પામી છે.

હાલમાં શેત્રુંજી માંથી ૯૦ એમએલડી બોપતળાવમાંથી ૧૦ અને મહિપરીએજમાંથી ૩૫ એમ કુલ પાણી પુરવઠો ૧૩૫ એમએમડી પ્રાપ્ત થાય છે. બીજી બાજુ ગૌરીશંકર સરોવરમાં પાણી ખુટી રહ્યુ છે અને ૨૦ દિવસ પછી બોર તળાવનું પાણી ખૂટી પડે તેવી સ્થિતિ છે. કોર્પોરેશન મહિ પરીએજમાંથી વધુ પાણી મળવાની માંગણી કરવી પડે તેવી સ્થિતિ છે. પીવાના પાણીની વધુ ફરીયાદો કુંભારવાડા, બાનુબાઇની વાડી, માઢીયારોડ, આંબેડકરનગર, કુંભારવાડા શેરીનં.૪,૫,૬ માં લાંબા વખતથી પાણી મળતુ જ નથી. આ મુદ્દે કોંગીના નગરસેવક હિંમતભાઇ મેણીયાએ તંત્ર સમક્ષ પીવાના પાણીની લોક ફરીયાદો રજૂ કરી છે અને લોકોને પુરતા પ્રમાણમાં પાણી મળવા માંગ ઉઠાવી છે. અલકા ટોકીઝ વિસ્તારના લોકોને પીવાના પાણીની ફરીયાદ કોર્પોરેટર રહીમ કુરેશીએ પણ કરી છે.

ઉતર કુ.વોર્ડમાં ખેડૂતવાસ, શ્રમજીવી સોસાયટી, દામાભાઇ કબાટવાળો ખાંચો, બુધદેવ સર્કલ, રજપુત સોસાયટી, નવા બંદર રોડ, મામાદેવ ઓટલાવાળો ખાંચો વગેરે વિસ્તારમાં લાંબા વખતથી ડહોળુ પાણી આવે છે. આ મુદ્દે બોર્ડના આગેવાન અને યુવા કોળી સમાજના ઉપપ્રમુખ આનંદભાઇ બારૈયાએ તંત્ર પાસે રજૂઆત કરી છે. પરંતુ આ ફરીયાદ હલ ન થતી હોવાની વાત પણ કરી હતી.

(12:16 pm IST)