Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

ગારીયાધારઃ ચોરીના મોટરસાઇકલ સાથે શખ્સ ઝડપાયો

ઝડપાયેલો આરોપી ભાવનગર ચોરીનાં ગુન્હામાં પણ સંડોવાયેલો...

ગારીયાધાર તા.૧૨: ગારીયાધાર પોલીસ દ્વારા ચૂંટણી અનુસંધાને ખાનગી વાહનના પેટ્રોલીંગ દરમિયાન ચોરીના મોટરસાઇકલ સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર ગારીયાધાર પોલીસ મથકના હે.કો. પી.કે. ગામેતી, પો.કો. એસ.જે. સરવૈયા, મયુરસિંહ ગોહિલ અને જે.એમ. ડાંગર ચૂંટણી કામે અર્જુન સિનેમા નજીક વાહન પેટ્રોલીંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં સ્પ્લેન્ડર મો.સા. જી.જે. ૦૪ બી કયુ-૬૬૦૩ સાથે વિપુલ ઉર્ફે લાલો બાબુભાઇ સોલંકી, રહે. વેલનાથ ચોક, હાઇનગર, ભાવનગર મળી આવેલ. જેની પુછપરછ કરતા છળકપટથી મોટરસાઇકલ જણાઇ આવતા મો.સા.ની કિંમત રૂ. ૩૫૦૦૦/- ગણી આઇપીસી કલમ ૧૦૨ મુજબ કબ્જે કલઇ ૪૧(૧) ડી મુજબ ધોરણસર અટકાયત કરાઇ હતી.

જયારે આરોપી વિપુલ ભાવનગર બોરતળાવ પોલીસ મથક પર આઇપીસી કલમ ૩૭૯ના ગુન્હામાં પણ સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યંુ હતું.

(12:15 pm IST)