Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

ધોરાજીની સરકારી હોસ્પિટલમાં આરોગ્યદિનની ઉજવણી

ધોરાજી : સરકારી હોસ્પિટલમાં નવનિયુકત અધીકારી ડો.જયેશભાઇની અધ્યક્ષતામાં વિશ્વ આરોગ્ય દિનની ઉજવણીના ભાગરૂપે હોસ્પિટલ ખાતે રંગોળીઓ પુરી જેમાં બેટી બચાવોના સુત્રો મુકેલ હતા. તેમજ હોસ્પિટલ ખાતે બેટી બચાવો બેટી પઢાઓ અંગે ડો.જયેશભાઇએ માર્ગદર્શન આપેલ. આ તકે ૧ એપ્રિલથી ૧૫ એપ્રીલ સુધી સ્વચ્છતા અંગેના જૂદા જૂદા કાયક્રમો યોજાશે. આ અંગે માર્ગદર્શન અપાશે. આ તકે દર્દીઓને પણ જૂદી જૂદી કાળજી અંગે માહિતગાર કરેલ. આરોગ્ય પખવાડીયા દરમિયાન દરેક જગ્યાએ દરેક માટે આરોગ્યની સેવાઓ એવા સુત્રો આપેલ. સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો.જયેશભાઇ વેસેરીયન, ડો.સાવન ઘેટીયા, ડો.રાજબેરા, ડો.અંજલી તલરેજા, ડો.પાર્થ મેઘનાથી, ડો.અંકિતા પરમાર, હિતેશભાઇ પારેખ તેમજ સમગ્ર નર્સીંગ સ્ટાફ સહિતનાઓ હાજર રહ્યા હતા. આરોગ્ય દિનની ઉજવણીમાં જોડાયેલ આરોગ્ય સ્ટાફની તસ્વીર.

(12:14 pm IST)