Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

સૈનિક સ્કૂલ બાલાચડીમાં ફુટબોલ ટુર્નામેન્ટમાં શિવાજી હાઉસ સિનિયર અને જુનિયર બંને કેટેગરીમાં વિજેતા

જામનગરઃ તાજેતરમાં સૈનિક સ્કૂલ બાલાચડીમાં ઇન્ટર હાઉસ ફુટબોલ ટુર્નામેન્ટના ૨૦૧૯-૨૦નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં સૈનિક સ્કૂલ બાલાચડીના છ હાઉસે ભાગ લીધો હતો. આ તમામ છ ટીમોને 'એ' અને 'બી' મે બે ભાગમાં વિભાજીત કરી હતી. 'એ' વિભાગમાં પ્રતાપ હાઉસ, સરદાર પટેલ હાઉસ અને ટાગોર હાઉસનો સમાવેશ કરવામાં આવ્યો હતો જયારે 'બી' વિભાગમાં શિવાજી હાઉસ, ગરૂડ હાઉસ અને આંગ્રે હાઉસનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટ સિનિયર કેટેગરીમાં શિવાજી હાઉસ એન આંગ્રેસ હાઉસ ફાઇનલમાં પહોંચ્યા હતા જયારે જુનિયર કેટેગરીમાં શિવાજી હાઉસ અને ટાગોર હાઉસ ફાઇનલમાં પહોંચ્યા હતા. ટુર્નામેન્ટની ફાઇનલ શરૂ થતતા પહેલા સૈનિક સ્કુલ બાલાચડીના પ્રિન્સીપલ ગૃપ કેપ્ટન રવિન્દર સિંહે બંને ટીમના ખેલાડીઓને મળ્યાં અને તેમની સાથે વાતચીત કરી હતી. સિનિયર કેટેગરીની ફાઇનલ મેચમાં શિવાજી હાઉસ આંગ્રે હાઉસને ૦૩-૦૧ ગોલે હરાવી વિજેતા બન્યું હતુું. તેમાં શિવાજી હાઉસના કેડેટ રણવીર નંદનને શ્રૈષ્ઠ ખેલાડી અને આંગ્રે હાઉસના કેડેટ ઇશુકુમારને ઉભરતા ખેલાડી તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. જુનિયર કેટેગરીની ફાઇનલ મેચમાં શિવાજી હાઉસ ટાગોર હાઉસને  ૦૩-૦૨ ગોલે હરાવી વિજેતા બન્યું હતું. તેમાં શિવાજી હાઉસના કેડેટ શિવમને શ્રેષ્ઠ ખેલાડી અને ટાગોર હાઉસના કેડેટ લવીશકુમારને ઉભરતા ખેલાડી તરીકે જાહેર કરવામાં આવ્યા હતાં. પ્રિન્સીપલ ગૃપ કેપ્ટન રવિન્દર સિંહે વિજેતા ટીમને ટ્રોફી અને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા.

(12:12 pm IST)