Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

વહેલી સવારથી જ સૂર્યદેવતા ક્રોધિત

મહતમ તાપમાં સતત વધારાથી આકરો બફારો

રાજકોટ તા.૧૨: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ઉકળાટ સાથે મહતમ તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને પાર થઇ જતા લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી જાય છે.

સવારના સમયે સૂર્ય નારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે.

જુનાગઢ

જુનાગઢઃ જુનાગઢમાં આજે પણ સવારથી સુર્યદેવતા ક્રોધિત થયા છે ગઇકાલે જુનાગઢના તાપમાનનો પારો ઉપર ચડીને ૪૧.૭ ડિગ્રીએ સ્થિર થયો હતો. આમ બે દિવસમાં ૨.૭ ડિગ્રી તાપમાન વધ્યુ હતું. ગુરૂવારે જુનાગઢનું લઘુતમ તાપમાન ૨૨.૮ ડિગ્રી રહ્યા બાદ આજે સવારે ૨૩ ડિગ્રી તાપમાન સાથે આકાશમાંથી ધરતી ઉપર અગ્નિવર્ષા શરૂ થઇ ગઇ છે.

સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૧ ટકા અને પવનની ગતિ ૬.૩ કિમીની રહી હતી. જો કે ત્રણ દિવસે એટલે કે સોમવાર સુધી વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના હોવાનું જુનાગઢ કૃષિ યુનિ.ના હવામાન વિભાગે જણાવ્યુ છે.

જામનગર

જામનગરઃ આજનુ હવામાન ૩૬.૫ મહત્તમ, ૨૩ લઘુતમ, ૯૦ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૧.૨ પ્રતિ કલાક પવનની ગતિ રહી છે.

(12:11 pm IST)