Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

જસદણમાં વર્લ્ડમેમન ડે : દર્દીઓને ફ્રુટ વિતરણ

જસદણ : મેમણ સમાજ દ્વારા તા ૧૧ ના રોજ દર્દીઓને ફ્રુટનું વિતરણ કરી વર્લ્ડ મેમન ડે ની અનોખી ઉજવણી કરી હતી, દર વર્ષે દુનિયાભરમાં મેમન ડે ઉજવાય છે, ખાસ  કરીન ે આ ઉજવણીમા ંસમાજના પીડિતો ગરીબોને ધ્યાને રાખી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે, સામાન્ય રીતે શ્રીમંંતો ભપકાદાર કાર્યક્રમો ગોઠવી પોતાની વાહ વાહ વાહ મેળવે છે, ત્યારે જસદણ મેમણ સમાજે વર્લ્ડ મેમન ડે એ પોતાની ખુશીમાં દર્દીઓને યાદ કરી હોસ્પિટલમાં રૂબરૂ  મુલાકાત લઇ દર્દીઓના અંતર ખબર પુછી  તેમને ફ્રુટ આપી નવતર દાખલો બેસાડેલ હતો. આ તકે જસદણ મેમણ સમાજના  ટ્રસ્ટીઓ અને  આગેવાનોએ  તન, મન અને ધનથી સેવા આપી અન્ય સમાજને એક અનોખો સંદેશ પાઠવ્યો હતો. (તસ્વીર હુસામુદીન કપાસી જસદણ) (૩.૭)

 

(12:09 pm IST)