Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

કુતિયાણા અને રાણાવાવના હનુમાનગઢમાં ૮૦ હજારની નશીલી દવા સાથે ૪ શખ્સો ઝડપાયા

પોરબંદર જુનાગઢ, તા.૧૨: કુતિયાણા અને રાણાવાવના હનુમાનગઢમાં હાલમાં લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૧૯ ની પ્રક્રિયા શરૂ થઇ ગયેલ છે. અને ચુંટણી પ્રક્રિયા શાંતીમય રીતે પૂર્ણ થાય તે માંટે જુનાગઢ રેન્જ ત્ઞ્ શ્રી સુભાષ ત્રીવેદી સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ડો. પાર્થરાજસિંહ ગોહીલની સુચના મુજબ જીલ્લામાં દારૂના વેચાણ અંગેની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઈસમો પર અવારનવાર રેઈડો કરી મોટા જથ્થાના દેશી દારૂના તથા ભારતીય બનાવટના વિદેશી દારૂના ગણનાપાત્ર કેસો શોધી કાઢી આવા ઇસમો વિરૂધ્ધ પાસા તથા હદપાર જેવા અટકાયતી પગલા લેવાની ઝુંબેશ હાથ ધરવામાં આવતાં જીલ્લામાં પ્રોહીબિશનની પ્રવૃત્ત્િ। નિયંત્રણમાં આવેલ છે.

એસ.ઓ.જી.ના હે.કો કિશનભાઇ તથા પો.કો. વિજયભાઇઙ્ગ ને આ પ્રવૃત્ત્િ। અંગે મળેલ ચોક્કસ બાતમી અનુસંધાને પી.આઈ. શ્રી પી.ડી.દરજીની રાહબરીમાં પોરબંદર જીલ્લા એસ.ઓ.જી. પોલીસે કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ( ૧ ) વચ્છરાજ હોટલ પર રેઈડ કરતાં સ્ટોનારીસ્ટ આસવ રીષ્ઠા નામની નશીલ દવાની બોટલો -૧૨૦ (ર) હર્બી ફલો આસવ નામની નશીલ દવાની બોટલો- ૨૪૯ સાથે આવળા રાજ કારાવદરાને જડપી પાડેલ છે.( ૨ ) કુતિયાણા મેઈન બજારમાં અંબિકા કોલ્ડ્રિંકસ ખાતે રેઈડ કરી. સ્ટોનારીસ્ટ આસવ રીષ્ઠા નામની નશીલી દવાની બોટલો ૧૮૨ જથ્થાઙ્ગ સાથે (૧) કીશનચંદ ટેકચંદ દેસાણી (ર) ભરત હીરામલ જોબનપુત્રા નામના ઈસમોને ઝડપી પાડેલ છેષ્ટ તેમજ રાણાવાવ વિસ્તારના ( ૩ ) હનુમાનગઢ ખાતે હોટલ રામકૃપા માં રેઇડ કરતા હર્બી ફલો આસવ નામની નશીલી દવાની બોટલો-૧૬૩ સાથે હોટલ સંચાલક ખીમા ભીમા કારાવદરાને ઝડપી પાડેલ છે.

ત્રણેય જગ્યાએથી ઝડપાયેલ જથ્થા બાબતે કોઈ જરૂરી આધાર-પુરાવો નહી રજૂ કરતાં તમામ ઈસમોને સી.આર.પી.સી.ક- ૪૧ (૧) (ડી) મુજબ અટક કરી સદર મુદ્દામાલ સી.આર.પી.સી. ક- ૧૦૨ મુજબ કબજે કરી વધુ પરીક્ષણ માટે મોકલવામાં આવનાર છે.

આમ પોરબંદર પોલીસને દારૂના નશાની અવેજમાં વપરાતાં કેફી દ્રવ્યોના કાળા કારોબારનો પર્દાફાશ કરવામાં તેમજ નશાકીય પ્રવૃત્ત્િ।ની રોકથામ કરવામાં સફળતાં મળેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એસઓજીનાપોલીસ ઇન્સપેકટર પી.ડી.દરજી તથા એસ.ઓ.જી. સ્ટાફના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઇ ઓડેદરા, બટુકભાઇ વિંઝુડા, કિશનભાઇ ગોરાણીયા, મહેબુબખાંન બેલીમ, પો.કોન્સ વિજયભાઇ જોષી , દેવેન્દ્રસિંહ ગોહિલ, ડ્રા.સુરેશભાઇ નકુમઙ્ગ વિગેરે સ્ટાફના જોડાયા હતાં.

(12:09 pm IST)