Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

પાકિસ્તાન જેલ મુકત થઇ વેરાવળ પહોંચેલા માછીમારોએ કહ્યું, બે વર્ષે પરિવારને જોયો!

રાજકોટ તા.૧૨: પાકિસ્તાનની કરાંચી જેલમાં સબડતા ૩૬૦ ભારતીય માછીમારોમાંથી પ્રથણ તબક્કામાં ૧૦૦ માછીમારોને મૂકત કરાતા વાઘા બોર્ડરથી ટ્રેન મારફતે વડોદરા પહોંચી માદરેવતન ગીરસોમનાથ વેરાવળ આજે સવારે આવી પહોંચતા માછીમારોએ પાકિસ્તાનની જેલમાં વીતાવેલા દુખદ દિવસોની આપવીતી વર્ણવી હતી. જેમાં સૌથી મહત્વની વાત જેલવાસ દરમિયાન ખારાસને લઇને રોગચાળાનો ભય હોવાનું જણાવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે આ રોગચાળાને કારણે તાજેતરમાં ઉનાના એક માછીમારનું મોત થયું હતું.

ગીર-સોમનાથ અને વેરાવળ બે ખાનગી બસમાં પહોંચેલા આ ૧૦૦ માછીમારોએ જણાવ્યું હતું કે બે વર્ષે ઘરે જતા હોય ત્યારે અમને ખુશી છે અને લાંબા સમયે પરિવાજનોનું મોઢુ જોવા મળશે, એટલું જ નહી માછીમારોએ પણ નિર્દેશ કર્યો હતો કે ભલે ભારતમાં ચૂંટણી આવી પણ અમને એવું લાગે છે કે ચૂંટણીના કારણે વહેલો છુટકારો થયો છે. વધુમાં આ માછીમારોના સમુહમાં જેલમાંથી છૂટેલા ઉના વિસ્તારના કેટલાક માછીમારોએ કહ્યું હતું કે અમે દરિયામાં ભારતીય સરહદ ઓળંગી ન હોવા છતાં પાક.મરિને ભારતીય સરહદમાં ઘુસીને અપહરણ કર્યુ હતું. પાકિસ્તાનમાંથી છુટકારો થયો પણ રોજી રોટીનું સાધન એવી બોટ પરત મળી ન હોવાનું દુઃખ છે.

સૌ પ્રથમ વેરાવળ આવેલા આ માછીમારોને હાઇવે ઉપર આવેલ કીડીવાવ પાસેના ઇન્સ્કોતેશન કેસમાં સૌની કાર્યવાહી કરાઇ હતી અને તે પછી તેમના પરિવારોને સોંપણી સ્થળે આ સમયે સંખ્યામાં ખલાસીના પરિવારો હાજર રહ્યા હતા.

ફીશરીઝ અધિકારીઓએ જણાવેલું હતું કે, પાકીસ્તાનની જેલોમાં ૪૯૩ માછીમારો સજા કાપી રહેલા છે. તેમાંથી ૩૫૫ જેટલા માછીમારોની સજા પુર્ણ થઇ ગયેલી હોય, તેને પાકીસ્તાન સરકાર દ્વારા છોડી મુકવાનો નિર્ણય લેતા ૧૦૦ માછીમારો વેરાવળ આવી પહોંચતા તેમાં ગીર સોમનાથનાં ૭૪,નવસારી ૧, વલસાડ ૨, દેવભુમી દ્વારકા ૮, યુપી ૩, અને ૩નો સમાવેશ થાય છે

બીજા ૨૫૫ માછીમારો ૩ તબક્કામાં આવી પહોંચશે તેમ અધિકારીઓએ જણાવેલ હતું.

(12:07 pm IST)