Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

જસદણમાં જુગાર રમતા ૭ પકડાયા

રાજકોટ તા ૧૨:   જસદણમાં જાહેરમાં જુગાર રમતા ૭ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

રૂરલ એસ.પી. બલરામ મીણા તથા ગોંડલ Dysp  એચ.એમ. જાડેજા  દ્વારા દારૂ જુગારની બદીનેે સંપૂર્ણ રીતે નેસ્તનાબુદ કરવા સુચના  હોય જે અંગે.જસદણ પો.સ્ટે. ના PI વી.આર. વાણીયા PSI  આર.એ. ભોજાણી તથા  શહેરના રાજેશભાઇ ભુપતભાઇ તાવિયા, પો. કોન્સ. વિજયભાઇ વલ્લભભાઇ વેગડ, પો.કોન્સ. યુવરાજસિંહ ચંદ્રભાણસિંહ વાઘેેલા, પો.કોન્સ. પ્રણયભાઇ ધીરજલાલ સાવરીયા તથા ડાયાભાઇ દિયાળભાઇ ગુડલીયા સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન પો. સબ ઇન્સ. આર.એ. ભોજાણી ને મળેલ ખાનગી રાહે હકીકત ને આધારે જસદણ પોલારપર રોડ, હુડકો ભાદર નદીમાં પુલ પાસે જાહેરમાં જુગાર રમતા (૧) બચુ સુરાભાઇ સોરાણી રહે. પોલારપર, તા. જસદણ (ર) શાહનવાજ રહીમભાઇ આકબાણી, રહે. બાવનચીક જસદણ (૩) ફારૂક હારૂનભાઇ હુનાણી, રહે. ગેબનશાહ સોસાયટી, જસદણ (૪) ઇમરાન રહીમભાઇ ખીમાણી, રહે. જસદણ છત્રી બજાર (પ) ઇમરાન યાકુબભાઇ ખીમાણી હુનાણી રહે. જસદણ મેમણ કોલોની (૬) જગદીશ ઠાકરશીભાઇ મકવાણા રહેે. જસદણ પોલારપર રોડ, ઘાણા પાસે (૭) ઇરફાન યુનુસભાઇ ખીમાણી રહે. જસદણ છત્રી બજાર ને  રોકડા રૂપિયા ૧૪૬૬૦/- સાથે પકડી પાડી જુ.ધા. કલમ ૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

(12:07 pm IST)