Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

કાલથી રાણપુરમાં રામદેવજી મહારાજની ત્રણ દિવસ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ: મહાયજ્ઞ

દેહ શુધ્ધિ પ્રાયશ્ર્‌વીત, જલયાત્રા, નગરયાત્રા, મંડપ પ્રવેશ, દેવતા સ્થાપન, સાંય પુજન આરતી,

બોટાદ જીલ્લાના રાણપુરમાં મેઘાણીનગરમાં રામદાવપીરનું નવ નિર્મિત મંદીરનો ત્રણ દિવસીય મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે.રાણપુરમાં નવુ બનેલુ આ મંદીર આખુ કાચ થી બનાવવામાં આવેલ છે.આ મંદીર ની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા તથા મહાયજ્ઞનું ત્રણ દિવસ આયોજન કરવામાં આવ્યુ છે.

   પ્રથમ દિવસે ચૈત્ર સુદ-૮ ને શનિવાર તા-૧૩ના દિવસે સવારે ૭.૩૦ કલાકે દેહ શુધ્ધિ પ્રાયશ્ર્‌વીત, જલયાત્રા, નગરયાત્રા, મંડપ પ્રવેશ, દેવતા સ્થાપન, સાંય પુજન આરતી,દ્રિતિય દિવસ તા-૧૪ ના રોજ સવારે ૮ કલાકે દેવતા પ્રાતઃપુજન,કુટીર હોમ,પ્રાસાદ વાસ્તુ સ્થાપન,સાંય પુજન આરતી તથા ત્રીજા દિવસે સવારે ૮ કલાકે પ્રાતઃપુજન,મૂર્તિ ન્યાસ,મુર્તિ પ્રતિષ્ઠા,શાન્તિક પૌષ્ટીક હોમ,યજ્ઞની પુર્ણાહુતિ,અવભૃય સ્નાન જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો તથા ત્રણ દિવસ બપોરે ૧૨ કલાકે મહાપ્રસાદ રામદેવજી મહારાજના મંદીરે રાખેલ છે.

   જ્યારે તા-૧૪ ને રાત્રે ૯ કલાકે ડાકડમરૂ નો ભવ્ય પ્રોગ્રામ જેમાં મનસુખભાઈ રાવળદેવ તથા વશરામભાઈ રાવળદેવ તેમના સાથી કલાકારો દ્વારા ડાકલાની રમઝટ બોલાવશે.મૂર્તિ પ્રતિષ્ઠા તા-૧૫ ને બપોરે ૧૨.૩૦ કલાકે અને યજ્ઞ પુર્ણાહુતિ સાંજે ૫ કલાકે રાખેલ છે.યજ્ઞના આચાર્યપદે યોગેશભાઈ જયંતીભાઈ જાની તથા યજ્ઞના ઉપાચાર્ય તરીકે શૈલેશભાઈ દુર્લભજીભાઈ જાની બીરાજશે

  .આ પ્રસંગે પ.પૂ.રામબાપુ-બાવળીયાળી, પ.પૂ.કાનજીબાપુ-રોહીશાળા,પ.પૂ.કનીરામબાપુ-દુધરેજ સહીત ધામેધામથી નામી અનામી સંતો ઉપસ્થિત રહેશે.રાણપુરના એક ભક્ત જેશાભાઈ ભનુભાઈ પરમાર દ્વારા રામદેવજી મહારાજ,હનુમાનજી મહારાજ,ગણપતિજી ના ચાંદી ના ત્રણ મુકુટ ભેટ ધરવામાં આવેલ છે.

(11:35 am IST)