Gujarati News

Gujarati News

News of Thursday, 12th March 2020

ખંડણી સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલા ભુજના બે ભાઇઓની પાસા હેઠળ અટકાયત

ૅભુજ,તા.૧૨: ધાકધમકી, ખંડણી તેમ જ ખૂન અને ખૂનની કોશિષ સહિતના ગુનાઓમાં સંડોવાયેલા ભુજના બે કુખ્યાત ઈસમોની પાસા હેઠળ ધરપકડ કરી જેલ હવાલે કરાયા છે. કાવડા ગેંગના આ બે સભ્યો એ સગા ભાઈઓ છે. મુજાહિદ અલીમામદ હિંગોરજા અને મોહસીન અલીમામદ હિંગોરજા સામે પૂર્વ નગરસેવક હમીદ ભટ્ટી ઉપર હુમલો, શેર બજારના ધંધાર્થીના અપહરણ તેમ જ ખંડણી માંગવા નો ગુનો, બે દલિત યુવાનોની હત્યા સહિતના આરોપો છે. પશ્યિમ કચ્છ એસીબીના પીઆઇ ગોંડલિયાએ કલેકટરના આદેશ અનુસાર તેમની પાસા હેઠળ ધરપકડ કરીને તેમને સુરતની લાજપોર જેલને હવાલે કર્યા છે.

(11:34 am IST)