Gujarati News

Gujarati News

News of Thursday, 12th March 2020

ગોંડલમાં આડેધડ દબાણો બાદ તંત્ર દ્વારા ડીમોલેશન

અનધિકૃત દબાણ કરનારાને નોટીસ ફટકાર્યા બાદ વોરાકોટડા રોડ ઉપર દબાણ હટાવ ઝૂંબેશ

ગોંડલઃ શહેરમાં વોરાકોટડા રોડ ઉપરાંત અનેક વિસ્તારોમાં અનધિકૃત દબાણો સામે સરકારી તંત્ર એ લાલ આંખ કરી નોટીસો ફટકાર્યા બાદ આજે વોરાકોટડા રોડ થી ડિમોલીશન શરું થનાર છે.જેસીબી સહીત નાં સાધનો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઓપરેશન હાથ ધરાયુ છે. શહેરનાં વોરાકોટડા રોડ પર ગુન્હાખોરી ની બુમ ઉઠ્યાં બાદ અને શહેર માં આડેધડ દબાણો ખડકાયા હોય ડેપ્યુટી કલેકટર તંત્ર,મામલતદાર કચેરી તંત્ર,નગરપાલિકા તથાં પોલીસ ડિપાટઁમેન્ટ દ્વારા આકરો રવૈયો અપનાવી મેગા ડીમોલીશન હાથ ધરાયું છે.વોરાકોટડા રોડ પર ગેરકાયદે બાંધકામો,કેબીનો હટાવાશે.ઉપરાંત આવાસ કવાટઁરો માં ભાડુઆતો ને તગેડી મકાન માલીકો સામે પગલાં ભરાશે.ઉલ્લેખનીય છે કે આવાસ કવાટઁર ભાડે આપી શકાતાં નથી.

વધુમાં શહેરનાં કડીયાલેન,ટાઇન હોલ રોડ,કૈલાસ બાગ રોડ,બસસ્ટેન્ડ વિસ્તારમાં પણ અનધિકૃત દબાણો તોડી પાડી ફુટપાથો પરનાં દબાણો દૂર કરાશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઓપરેશન હાથ ધરાયુ છે તથાં દબાણ દુર કરવામાં કોઈની શેહ શરમ નહીં રખાય તેવું યાદીમાં જણાવાયું છે.

(11:32 am IST)