Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

તાલાલાનાં સસ્પેન્ડેડ ધારાસભ્યં ભગવાન બારડને સેશન્સ કોર્ટે આપેલ સ્ટે સામે સરકાર હાઇકોર્ટ પહોંચી

સરકારે સેશન્સ કોર્ટે આપેલા સ્ટેને હટાવવાની માંગ કરી

તલાલાના સસ્પેન્ડેડ ધારાસભ્ય ભગવાન બારડને ગુનેગાર ઠેરવતા અને સજા કરતા સુત્રાપાડા કોર્ટના હુકમ સામે સ્થાનિક સેશન્સ કોર્ટે આપેલા સ્ટે સામે સરકારે હાઇકોર્ટમાં અરજી કરી છે.

   સરકારે સેશન્સ કોર્ટે આપેલા સ્ટેને હટાવવાની માંગ કરી છે. સરકાર વતી રાજ્યના એડવોકેટ જનરલે હાઇકોર્ટમાં રજૂઆત કરી છે કે ગુનેગાર ઠેરવતા હુકમ પર સ્ટેનો અર્થ એવો થાય કે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાંથી જનતાને ભરોસો ઉઠી જાય. એક્સેપ્શનલ કેસમાં એપેલેટ કોર્ટ આવો સ્ટે આપે એ સમજી શકાય પણ ભગવાન બારડનો કેસ આવો નથી. સેશન્સ કોર્ટે લીધેલા નિર્ણયમાં હાઇકોર્ટના હસ્તક્ષેપની જરૂર છે.

(9:19 pm IST)