Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

અમરેલી લોકસભા બેઠક માટે જેનીબેન વિરજીભાઇ ઠુંમરનું નામ ચર્ચામાં

અમદાવાદ તા. ૧ર : ગુજરાત કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે ચાર ઉમેદવારોની જાહેરાત કરી છે. આ સિવાય  પ બીજા કેટલાક ઉમેદવારોના નામ પણ નકકી છે કોંગ્રેસ એક-બે દિવસમાં આ ઉમેદવારોના નામ પણ જાહેર કરશે. આ ઉમેદવારોમાં કેટલાક એકદમ યુવાન ચહેરાઓનો પણ સમાવેશ થાય છે.એક ટીવી ચેનલના અહેવાલમાં જણાવાયુ છે કે આ યુવાનોમાં સૌથી નોંધ પાત્ર નામ જેની ઠુમ્મરનું છે જેની ઠુમ્મર કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મરના દીકરી છે વીરજી ઠુમ્મર પોતે અમરેલીના ધારાસભ્ય રહી ચુકયા છે જેનીબેનની વય ૩૦ વર્ષ આસપાસ છે. અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચુકેલા જેનીબેનની ઇમેજ અધિકારીઓ પાસેથી કામ કઢાવતા દબંગ નેતા તરીકેની છે.અમરેલી માટે કોકીલા કાંકડીયા અને કનુ કલસરીયાના નામ પણ ચાલે છે. અલબત કલસરીયાનું કર્મક્ષેત્ર ભાવનગર છે કલસરીયા આહિર સમાજના નેતા છે અને અમરેલીમાં પાટીદારોની વસતી વધારે છે તેથી જેનીબેન ઠુમ્મર વધારે પ્રબળ દાવેદાર છે.

(3:40 pm IST)