Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

ગોંડલમાં હેલ્ધી અને કયુટ કોમ્પીટીશનનું આયોજન કરાયું

ગોંડલઃ ઇનર વ્હીલ કલબ તથા બદ્રીનાથ એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હેલધી બેબી તેમજ કયુટ બેબી કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ડો.વાડોદરિયા તથા ડો.ડીમ્પિબેન વાડોદરિયા, ગંગોત્રી સ્કુલ, જજીસ, ઇનરવીલના પ્રેસિડેન્ટ નીપાબેન મોઢા, પ્રોજેકટ ચેરમેન રીટાબેન ખોદાણી, અમીબેન તેરૈયા, સ્વાતિબેન ગણાત્ર અને પોસ્ટ પ્રેસિડેન્ટ મીરાબેન ખીમાણીએ જહેમત ઉઠાવી હતી. તેમાં ૧ થી ૬ વર્ષના ૧૧૦ બાળકોએ ભાગ લીધેલ હતો. જેમાં ડોકટર વાડોદરિયા સ્ટાફ મેમ્બર્સ અને ઇનર વ્હીલ કલબના મેમ્બર્સ અને ઇનર વ્હીલ કલબના મેમ્બર્સએ પણ જહેમત ઉઠાવી હતી. લેઉવા પટેલવાડીનો સહયોગ રહ્યો હતો. ઇનામ વિરતરણની તસ્વીર.(૨૩.૨)

(12:09 pm IST)