Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

પડધરીમાં ભાડુ અને ટ્રેકટર પરત ન આપી અશોકભાઇને હડધુત કરી ૪ શખ્સોની ઠગાઇ

મહેશ રાઠોડ, નરેશ બોરીચા, શૈલેષ આદીવાસી અને ભરત તળપદા સામે ગુનો

રાજકોટ તા. ૧ર : પડધરીમાં રહેતા યુવાને ભાડે આપેલ ટ્રેકટરના ભાડા બાબતે કરેલી અરજી પાછી ખેંચી લેવા પ્રશ્ને ચાર શખ્સોએ યુવાનને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી ટ્રેકટર પરત ન આપી છેતરપીંડી કર્યાની ફરીયાદ થઇ છે.મળતી વિગત મુજબ પડધરીના આંબેડકરનગર આંગણવાડી પાસે રહેતા અશોકભાઇ મેપાભાઇ મકવાણા (ઉ.૩૬) એ બે વર્ષ પહેલા મહેશ પીતાંબર રાઠોડને રૂ.૮૦૦૦ ના માસીક ભાડા પેટે પોતાનું ટ્રેકટર ચલાવવા માટે આપ્યું હતું. મહેશ ભાડુ ન આપતા અશોકભાઇએ તેના વિરૂદ્ધ પોલીસમાં અરજી કરી હતી. આ મામલે ગઇકાલે મહેશ પીતાંબર રાઠોડ, નરેશ બોરીચા, (રહે. મોરબી ગોપાલ સોસાયટી) અને શૈલેષ આદીવાસી (રહે. મોરબીના ટીંબડી પાટીયા પાસે) એ તેની પાસે આવી અરજી પાછી ખેંચી લેવા પ્રશ્ને માથાકુટ કરી ટાંટીયા ભાંગી નાખવાની ચીમકી આપી હતી અને ભરત તળપદા (રહે. પડધરીના મોવૈયા)એ ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ટ્રેકટર પણ પરત ન આપી વિશ્વાસઘાત છેતરપીંડી કરી હતી. આ અંગે અશોકભાઇ મકવાણાએ પડધરી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા ગોંડલના નાયબ પોલીસ અધીક્ષક એચ.એમ. જાડેજાએ તપાસ હાથ ધરી છે.

(11:50 am IST)