Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

ભુજ નગરપાલિકાની વોર્ડન. ૬ ની ચૂંટણીમાં ભગવો લહેરાયો

વિનોદ ગાલા દ્વારા ભુજ:: શહેરની વોર્ડ નંબર વોર્ડ નંબર ૬ ની પેટા ચૂંટણીમાં ભાજપે પોતાનો ગઢ જાળવી રાખ્યો છે. કોંગ્રેસના ચેતન શાહની સામે ભાજપના ભૌમિક વચ્છરાજાનીએ ૧૯૨૬ મતે ઝળહળતો વિજય મેળવ્યો હતો.  ભાજપના ઉમેદવાર તરીકે ભૌમિક વચ્છરાજાનીએ અપેક્ષા પ્રમાણે શ્રેષ્ઠ દેખાવ કરીને મતે જીત મેળવી લીધી હતી. ભુજની જુની મામલતદાર ઓફિસમાં મત ગણતરી દરમ્યાન ડેપ્યુટી કલેકટર વિજયસિંહ જાડેજા, મામલતદાર શુશીલ પરમાર, નાયબ મામલતદારો શ્રી કતીરા, શ્રી ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.

ભુજ નગરપાલિકાની વોર્ડન. ૬ ના પરિણામ દરમ્યાન કુલ ૧૩ બુથની મતગણતરી ચડાવ ઉતારભરી રહી હતી. શરૂઆતમાં પાટવાડીગેટ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર ચેતન શાહ ને સારા એવા મત મળ્યા હતા. પરંતુ ભાજપના ભૌમિક વચ્છરાજાની શરૂઆત થી જ આગળ રહ્યા હતા. તેમને કુલ ૩૪૩૫ મત મેળવ્યા હતા.  તો, જૈન વિસ્તારોમાં પણ બહુમતી રહી હતી. તો, લોહાણા સમાજની પત્રિકા અને કલીપ ની અસર પણ ક્યાંય વરતાઈ નહોતી. શરૂઆતમાં કોંગ્રેસની બહુમતી વાળા બુથની ગણતરી પુરી થઈ ગયા પછી જે રીતે ભૌમિક વચ્છરાજાની ની લીડ યથાવત રહી હતી તે જોતાં ભાજપની જીત નિશ્ચિત થઈ ગઈ હતી. મતગણતરી દરમ્યાન કોંગ્રેસ તરફે  વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા અને  ભાજપ તરફે આ ચૂંટણી માં ભાજપના ઉમેદવાર ભૌમિક વચ્છરાજાની સામે ભાજપના જ નેતાઓની નારાજગી સામે ગોડ ફાધર તરીકે ઉભરી આવેલા જગત વ્યાસ સતત હાજર હતા.

(11:04 am IST)