Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર વેસ્ટ દ્વારા બોર્ડ ના વિદ્યાર્થી ઓને કુમકુમ તિલક કરી સ્વાગત

 જામનગર : ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની વિદ્યાર્થી કાળ માં અતિ મહત્વપૂર્ણ પરીક્ષા નો પ્રારંભ થયો છે ત્યારે જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર વેસ્ટ અને નગર પ્રાથીમક શિક્ષણ સમિતિ દ્વારા સન સાઈન સ્કૂલ માં બોર્ડ ના પરિક્ષાર્થી ઓનું કુમકુમ તિલક કરી ચોકલેટ આપી સ્વાગત કરવા માં આવ્યું હતું, આ પ્રસંગે શિક્ષણ સમિતિ ના ચેરમેન વસંત ગોરી, આ વિસ્તાર ના કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ, સન સાઈન સ્કૂલ ના સંચાલક અને ભાજપ ના મહામનત્રી વિમલભાઈ કગથરા, જાયન્ટ્સ ગ્રુપ વેસ્ટ ના પ્રમુખ એ.ડી.જાડેજા તેમજ શિક્ષણ સમિતિ ના સદસ્ય હર્ષાબા જાડેજા, પ્રવીણભાઈ, અમરશી ભાઈ અને જાયન્ટ્સ ના નિમેષ ધ્રુવ, નિલેષ ગોહિલ, મુકેશભાઈ પાઠક, અંકિત રાવલ, ચંદ્રેશ ભટ, કોમુદીનીબેન ડિસોઝા સહિત ના આગેવાનો હાજર રહી વિદ્યાર્થીની ઓને સન્માનિત કર્યા હતા તે પ્રસંગ ની તસ્વીર. (તસ્વીર : અહેવાલ મુકુંદ બદિયાણી, જામનગર) (૯.૬)

 

(1:08 pm IST)