Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

જામનગરમાં શ્વાસોશ્વાસનો સેમિનાર

જામનગરઃ રાજકોટના 'ઉદ્યાત' ગ્રુપ હંમેશા પોતાની નવીનતમ ડિઝાઇન તથા અવનવા રેસીડેન્સીયલ એફોર્ડેબલ પ્રોજેકટસ તથા સમાજસેવા માટે જાણીતું છે. 'ઉદ્યાત' ગ્રુપ માનવીના જીવનને સુંદરતા તથા ઉર્મિવાન બનાવવા આપણાં જામનગર શહેરમાં 3SRBનું સેશન જાહેર જનતા માટે પાબારી હોલ, તળાવની પાળે, જામનગર ખાતે યોજાયો હતો. આ સેમીનારમાં ખાસ માધવપુર (ઘેડ) 3SRB શીખવાડવા બહાદુરસીંઘ સુચરીયા કે જેઓ શ્રી તાવરીયાજીના શીષ્ય છે, તેઓ ઉપસ્થિત રહીને સમગ્ર જામનગરની જનતાને 3SRBની ક્રિયાઓ વિષે સંપૂર્ણ માહીતી પુરી પાડી હતી. આયોજન દર્શન પબ્લીસીટીના દર્શનભાઇ ઠકકર કર્યુ હતું. સેમીનારનો આશરે ૨૫૦ થી ૩૦૦ લોકોએ લાભ લીધો હતો જેમાં ગુજરાતભરમાંથી ઇન્ડસ્ટ્રીયલીસ્ટ તેમજ બીઝનેશમેનો તથા અને જામનગરના વેપારી અગ્રણીઓ ઉપસ્થિત રહી સેમીનારનો લાભ લીધો હતો તેમજ રાજકોટના રીયલ એસ્ટેટના 'ઉદ્યાત' ગ્રુપના પ્રમોટર શ્રી નિરવભાઇ કનેરીયા તથા શ્રી વરૂણભાઇ સાવલીયા, કિશનભાઇ દવે તથા તેમની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી (તસ્વીર અહેવાલ મુકુંદ બદિયાણીઃજામનગર)(૧.૧૬)

 

(1:07 pm IST)