Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

ખંભાળીયાઃ હાઉ દુર કરીને શાંતિથી બોર્ડની પરિક્ષા આપવા અપીલ

ખાંભાળીયા તા.૧૨: દેવભુમિ દ્વારકા જિલ્લાના બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષામાં સકળતાની શુભેચ્છા પાઠવતા જિલ્લા કલેકટરની જે.આર.ડોડીયાએ જણાવ્યુ હતું કે પરીક્ષાનો હાઉ મન પરના રહે તે રીતે શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપવી તથા ચોરી કરીને પાસ થવાના પ્રયાસો કરવાના બદલે મહેનત કરીને પાસ થવાનો આગ્રહ રાખવો કેમ કે ભાવિ કારકિર્દી માટે તે ખુબ ઉપયોગી છે.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.આર રાવલે જણાવ્યુ કે આપણે જેમ તહેવારો પૂર્વ ખુબજ ઉત્સાહ અને આનંદથી ઉજવીયે છીએ તેમ વિદ્યાર્થીઓએ પરીક્ષાને પૂર્વ માની ઉજવવું જોઇએ તો કોઇ ટેન્શન કે ચિંતા વગર શાંતિથી પરીક્ષા દઇને સફળતા પણ સારી પ્રાપ્ત થઇ કોર્સની તૈયારી કરનાર પર્વની જેમજ પરીક્ષાની ઉજવણી કરી શકે.

જિ.શી. એસ.જે. ડુમરાણીયાએ કહ્યું હતું કે વિદ્યાર્થીઓ પોતાના દીલથી આપે તંત્ર તેમની સાથેજ છે.

ધો.૧૦-૧૨ પરીક્ષા વિદ્યાર્થીઓએ એક વર્ષથી મહેનત કરી  છે. શિક્ષકોને દીલથી તેમને ભણાવી માર્ગદર્શન આપ્યું છે. સમગ્ર જિલ્લામાં સુંદર વ્યવસ્થા થઇ છે. કાઉન્સીંલીગ તથા માર્ગદર્શન સાથે વ્યવસ્થા છે ત્યારે જો 'દીલ'થી પરીક્ષા આપે અને દીમાગનો ઉપયોગ કરે તો દેવભૂમિ જિલ્લા જે બોર્ડના પરિણામોમાં નવો જિલ્લો થયા પછી ઉત્તરોત્તર પરિણામો વધી રહ્યા છે ત્યારે સારી રીતે પરીક્ષા આપે.

જિ.પો.વડાશ્રી રોહન આનંદે જણાવ્યું હતું કે કોઇપણ કાલદી ઘડતરમાં ધો.૧૦-૧૨ની બોર્ડની પરીક્ષા એ પાયાનું ચાવીરૂપ સ્થાન ધરાવે થે ત્યારે જિલ્લામાં સમગ્ર વોર્ડના પોલીસ વ્યવસ્થા સજ્જ છે અને શાંતિપૂર્ણ રીતે બોર્ડની પરીક્ષા તથા કારિકર્દીના આ પાયાના વર્ષોનું ધ્યાન રાખીને મહત્વ સમગ્રને પરીક્ષા આપવા અનુરોધ કર્યો હતો. તથા પરીક્ષા સમયે યોગ પ્રાણાયમનું ધ્યાન કરવા અને ખોટી અફવાઓથી દુર રહેવા પણ જણાવ્યું હતું.(૧.૧૫)

(1:06 pm IST)