Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

હાજીપીર પગપાળા જતા ધ્રોલ જોડીયાના યુવાન ખાલીદ હારૂન તુંગડાનું સૂરજબારી પાસે વાહન હડફેટે મોત

ભુજ તા. ૧૨ : આગામી સપ્તાહે કચ્છમાં શરૂ થઇ રહેલા હાજીપીર વલીના ઉર્ષ પ્રસંગે અનેક પદયાત્રીઓ ગુજરાત - સૌરાષ્ટ્રથી કચ્છ આવી રહ્યા છે.

દરમિયાન મૂળ જામનગર ધ્રોલ જોડીયાના ૨૭ વર્ષીય યુવાન ખાલીદ હારૂન તુંગડા હાજીપીરની સલામ ભરવા પગપાળા આવી રહ્યા હતા ત્યારે સૂરજબારી પાસે અજાણ્યા વાહને હડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

(11:56 am IST)