Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

સોમનાથમાં ભારત સરકાર દ્વારા સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ

પ્રભાસપાટણ ભારત સરકાર પર્યટન મંત્રાલય સ્વચ્છ ભારત-સ્વસ્છ પર્યટન અંતર્ગત સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ સોમનાથમાં યોજાયો હતો. વેરાવળની મણીબેન કોટક સ્કુલ ખાતે શાળાના બાળકોને નાટય પ્રવૃતિ તેમજ સંબોધનથી સ્વચ્છતા પ્રત્યે માર્ગદર્શન અપાયું હતું. સોમનાથ ખાતે જનભાગીદારીવાળી સંસ્થાઓના હોદ્દેદારો તેમજ સોમનાથ ટ્રસ્ટ સાથે કાર્યરત સ્વચ્છતા અભિયાનના કર્મચારીઓ અને બી.એમ.જી. કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા તથા સાંજે સોમનાથ ખાતે સોમનાથ મંદિરે આવતા યાત્રીકોને કાર્યક્રમો દ્વારા સ્વચ્છતા અભિયાનનો સંદેશો પહોંચાડાયો હતો. વેરાવળ-પાટણ સંયુકત નગરપાલીકાના સેનેટરી ઇન્સ.બી.એચ. હિરપરાએ જણાવ્યું કે પર્યટન અને આપણા ધાર્મિક સ્થળોને સ્વચ્છ રાખવાની આપણા સૌની જવાબદારી છે આપણે જો જાગૃત નહી રહીએ તો આવનારી પેઢીને ઘણુ સહન કરવું પડશે. સોમનાથ ટ્રસ્ટના સેનેટરી હેડ હિતેષભાઇ દામોદરાએ જણાવેલ કે આ મંદિર અને આસપાસના વિસ્તારોમાં ર૪ કલાક સફાઇનું કામ ચાલતુ રહે છે. જેને કારણે આજે આપણે સોમનાથ દેશના સ્વચ્છ અને સુંદર તીર્થના એવોર્ડ પણ મેળવી ચુકયું છે. ડો. કામાક્ષી બહેને જણાવ્યું કે દેશ સ્વચ્છ હશે તો સ્વચ્છતાથી દેશના પર્યટન મથકોની આવક અને રોજગારી વધશે સફળ બનાવવા ભારત પર્યટન અને યાત્રા સંસ્થાનાના ડો. કામાક્ષી મહેશ્વરી, પ્રોજેકટ ઓફીસર અમીન વાસ્વાની સ્વચ્છતા એકશન પ્લાન આસી.ટેકર દિવ્યા કુજુર સહિતના અધિકારીઓએ સંચાલન કર્યું હતું. (તસ્વીરઃ અહેવાલ : દેવાભાઇ રાઠોડ-પ્રભાસપાટણ)(૬.૪)

 

(9:35 am IST)