Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

ધર્મ ગુરુઓનો હાથ શિર પર પડે ત્યારે વરદાન, ખુશી, આશીર્વાદ ત્રણેય એક સાથે જ પ્રદાન થાયઃ પંજાબના રાજયપાલશ્રી સિંહ બાંડોર

લીંબડી તાલુકાના રાજરાજેશ્વર ધામ - જાખણ ખાતે સ્વામીશ્રી રાજર્ષિ મુનિનો ૯૦મા જન્મદિન મહોત્સવ યોજાયો

સુરેન્દ્રનગર,તા.૧૨: સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રાજરાજેશ્વર ધામ જાખણ ખાતે પંજાબના રાજયપાલ શ્રી વી.પી.સિંહ બાંડોરની ઉપસ્થિતિમાં સ્વામીશ્રી રાજર્ષિ મુનિના ૯૦માં જન્મદિન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે રાજયપાલશ્રીએ સ્વામીજીને જન્મદિવસની શુભકામના પાઠવતા કહ્યું હતું કે, જયારે ધર્મ ગુરુઓનો હાથ તમારા શિર પર પડે ત્યારે વરદાન, ખુશી અને આશીર્વાદ ત્રણેય તમને એક સાથે જ પ્રદાન થઈ રહે છે. વધુમાં તેમણે છેલ્લા એક વર્ષથી પંજાબમાં અને વિશ્વ કક્ષાએ માનવતાના  માર્ગદર્શનનો ઉપદેશ પૂરો પાડતા ગુરુનાનક દેવની ૫૫૦મા પ્રકાશવર્ષ ઉજવણીની વાત કરતા તેમના જીવનના લોકહિતકારી ત્રણેય નિયમોને જીવનમાં પાલન કરવા ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો. 

આ તકે રાજરાજેશ્વરી ધામના રાજર્ષિ  મુનિએ અમૃત વચન આપતા  ભૌતિકવાદએ એક માયા છે અને માયાએ ઈશ્વરનું બીજુ અંગ છે, સિક્કાની બંને બાજુઓની જેમ એમાં  પણ એક આજુ બ્રહ્મ અને બીજી બાજુ માયા છે તેમજ આ સૃષ્ટિ પણ એક માયા જ  છે  તેમ જણાવી ઉપસ્થિતોને ધર્મદર્શન યોગાશ્રમનું જ્ઞાન આપતા  આત્મચિંતન કરાવ્યું હતું. આ જન્મદિન મહોત્સવ પ્રસંગે રાજકોટના રાજકુમાર માંધાતાસિંહજી ઠાકોર, મયુરસિંહ ઝાલા, અશ્વિનસિંહ સરવૈયા, રાજેન્દ્રસિંહ ઝાલા, ફતેસિંહ જેસવા, આચાર્ય ધર્મવિજયસિંહ, આચાર્યશ્રી શિવદત્ત્।, શ્રી નકુલીશ યુનિવર્સીટીના અધ્યાપકો સહિત દેશ-વિદેશના લકુલીશ પરીવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

(1:02 pm IST)