Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

રાજકોટ-અમદાવાદ હાઇ-વે ઉપર લીંબડી પાસે વાહનોના થપ્પા- ટ્રાફિક જામ

 વઢવાણઃ રાજકોટ - અમદાવાદ હાઇ-વે ઉપર લીંબડી નજીક આજે સવારે કોઇ પણ કારણોસર ટ્રાફિકજામ થતા વાહન વ્યવહારને ભારે અસર થઇ હતી. સવારે કલાકો સુધી વાહનોના થપ્પા લાગી ગયા હતા આ ટ્રાફિકમાં એસ.ટી બસ ટેન્કરો, ટ્રક કાર સહિત અનેક નાના-મોટા વાહનો ફસાઇ ગયા હતા. વાહન વ્યવહાર પુર્વવતઃ કરવા માટે લીંબડી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. (તસ્વીરઃઅહેવાલઃ ફઝલ ચૌહાણ. વઢવાણ)

(1:00 pm IST)