Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

મોરબી નગરપાલીકાના કર્મચારીઓના કેસમાં ન્યાય પંચનો મહત્વનો ચુકાદો

રાજકોટ તા. ૧ર : નગરપાલીકા કર્મચારી મંડળ, મોરબી તથા તેમના કામદારોએ મોરબી નગરપાલીકા સમક્ષ ભુગર્ભ ગટરના કામ કરતા કામદારોને કાયમી કર્મચારીઓનને મળતા લાભો જેવા કે પગાર ધોરણ, મોંઘવારી ભથ્થુ, રજાઓ તથા અન્ય હક્ક હિસ્સા મેળવવા માટે ઔ.વિ. ધારાની કલમ ૧૦(૧) નીચે ઔદ્યોગીક વિવાદ ઉભો કરી તે ન્યાય નિર્ણય માટે ઔદ્યો.ન્યાય પંચ, રાજકોટને સોંપવામાં આવેલ હતો.

સને ર૦૦૧માં ઉભો કરેલ વિવાદમાં મંડળ તરફથી રજુઆત એવી હતી કે જુદા જુદા દસ કર્મચારીઓ છેલ્લા ઘણા વર્ષોથી નગરપાલિકામાં ભુગર્ભ ગટર શાખામાં ફરજ બજાવે છે અને સતત અને સળંગ ર૪૦ દિવસથી પણ વધુ કામગીરી કરેલ છે વળી નગરપાલીકા આ કામગીરી કાયમી પ્રકારની છે .અને તેઓ પાસેથી આઠ કલાકની કામગીરી લેવામાં આવે છે. અને તેથી સમાન કામ માટે સમાન વેતનના સિદ્ધાંત મુજબ પણ તેઓને લાભ મળવા માંગણી કરેલ હતી.

કર્મચારીઓ સોગંદ જુબાનીમાં તેજ વસ્તુઓને દોહરાવેલ હતી. નગરપાલીકા તરફે તપાસમાં કામદારોએ તેઓ કાયદાની જોગવાઇ મુજબ નોકરીમાં દાખલ થયેલ નથી એટલે કે નોકરીમાં રહેવાની અરજીઓ કરેલ નથી, ઇન્ટરવ્યુંમાંથી પસાર થયેલ નથી. છાપાઓમાં જાહેરાત દ્વારા ભરતી થયેલ નથી અને તેથી પણ તેઓને કાયમી કર્મચારીઓના લાભો આપી શકાય નહી.

બનને પક્ષોની રજુઆતોને ન્યાયપંચે ધ્યાને લઇ તથા સુપ્રીમ કોર્ટના ઉમાદેવીનો ચુકાદો, અમરેલી નગર પાલીકાનો તથા ઉમરાળા ગ્રામ પંચાયતના ગુજરાત હાઇકોર્ટના ચુકાદાની ચર્ચા નામ. ન્યાય પંચે કરીને તેવું ઠરાવેલ કે આ કામદારો મંજુર થયેલ સેટએપની જગ્યા પર કામ કરતા નથી, નગરપાલિકાએ સેટઅપ મંજુર જ કરાવેલ નથી. ત્યારે આ કર્મચારીઓને તે અંગેનો કોઇ લાભો આપી શકાય. નહી તેમ જણાવી કામદારોની માંગણી રદ કરેલ હતી. ઔદ્યોગીક ન્યાયપંચે આપેલ ચુકાદો કાયદાની જોગવાઇ મુજબ આપી કામદારોની વિરૂદ્ધમાં ચુકાદો આપેલ છે.

નગરપાલીકા વતી આ કેઇસમાં સીનીયર ધારાશાસ્ત્રી ગિરીશભાઇ ભટ્ટ, શૈલેષભાઇ વ્યાસ તથા વી.એમ. જોશીએ હાજર રહી રજુઆત કરેલ હતી.(૬.૨૧)

 

(3:55 pm IST)