Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

પોરબંદર નગરપાલિકાના ચીફ ઓફીસરને પછાત વિસ્તારોના લોકો દ્વારા ઘેરાવ

પીવાના પાણીની લાઇનમાં ગટરનું પાણી ભળી જતાં રોષઃ ધ્યાન અપાય નહીં તો ઉગ્ર આંદોલન

 પોરબંદર તા. ૧ર :.. વીરડી પ્લોટ, ખત્રીવાડ, મેમણવાડા, કડીયા પ્લોટ, સહિત પછાત વિસ્તારોમાં પીવાના પાણીની લાઇનમાં ગટરનું પાણી ભળી જતાની અનેક ફરીયાદોમાં ધ્યાન અપાતું ન હોય રોષે ભરાયેલા લોકોએ પાલિકા કચેરીએ ચીફ ઓફીસરને ગઇકાલે ઘેરાવ કર્યો હતો. અઠવાડીયામાં આ પ્રશ્ને ધ્યાન નહીં અપાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.

 ઘેરાવ કાર્યક્રમમાં નગરસેવક સાજીદભાઇ ઉપસ્થિત રહેલ હતાં. તેઓએ ફરીયાદ કરી હતી કે અમારા વોર્ડ વિસ્તારના પ્રશ્ને દાદ મળતી નથી. અગાઉ અનેક વખત રજૂઆતો કરી છતાં ધ્યાન અપાતું નથી. નળમાં ગટરનું પાણી ભળતા આ પછાત વિસ્તારોમાં રોગચાળો માથુ ઉંચકી રહેલ છે લોકોએ મજબુરીથી બોરનું પાણી પીવું પડે છે. પરંતુ બોરનું પાણી પ્રદુષિત હોવાની ફરીયાદો છે. પાણીજન્ય રોગ વધ્યા છે.

(3:27 pm IST)
  • સાગરદાણના ભાવમાં વધારો : દુધ સાગર ડેરીએ સાગરદાણના ભાવમાં વધારો કર્યોઃ સાગરદાણના ભાવ ૧૧૦૦થી વધારીને ૧૧૫૦ કરાયાઃ ૭૦ કિલોની સાગરદાણ બોરીમાં રૂ.૫૦નો ભાવવધારો કરાયોઃ ભાવ વધારો આજથી લાગુ થશે access_time 11:12 am IST

  • લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસમાં ભારે સળવળાટ : આશાબેન પટેલના રાજીનામા બાદ : આશાબેનના પક્ષ પલટાથી આક્રોશિત પાટીદારોના નવા નેતા લોકસભા ચૂંટણીમાં ઉતરવાની તૈયારીમાં : એ.જે. પટેલની સાથે તુષાર પટેલ પણ કરે છે ચૂંટણી લડવાની તૈયારી : મહેસાણા ડિસ્ટ્રીકટ બેંકમાં ડાયરેકટર છે તુષાર પટેલ access_time 3:52 pm IST

  • રાજકોટ : ખૂબ વિવાદિત થયેલ સંવિધાન બચાવો ની કાલે રાજકોટમાં યોજાનારી રેલી અંગે સભાને આખરે પોલીસ તંત્રની મંજૂરી. શાસ્ત્રી મેદાન ખાતે યોજાશે સભા. સભા સ્થળ અંગે બે દિવસથી ચાલતી હતી ખેંચતાણ. અંતે શાસ્ત્રી મેદાન આપવા માટે તંત્ર તૈયાર. જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે. access_time 10:51 pm IST