Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

ગોંડલના વાછરા પાસે દારૂ ભરેલી કાર સાથે બે પકડાયા : ત્રણ શખ્સો છનન

કારને બાઇકસ્વાર શખ્સો પાઇલોટીંગ કરતા'તાને એલસીબી ત્રાટકી : ૧૨૦ બોટલ દારૂ સહિત ૧.૧૧ લાખનો મુદ્દામાલ કબ્જે

તસ્વીરમાં પકડાયેલ બંને શખ્સો (નીચે બેઠેલા) સાથે એલસીબીનો કાફલો નજરે પડે છે.

રાજકોટ તા. ૧૨ : ગોંડલના વાછરા ગામ પાસેથી રૂરલ એલસીબીએ દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે કારનું પાઇલોટીંગ કરતા બે સહિત ત્રણ શખ્સો નાસી છુટયા હતા.

જીલ્લા પોલીસ અધિક્ષક  બલરામ મીણાએ દારૂ જુગારની બદી નાબુદ કરવા આપેલ સુચના મુજબ તથા એલસીબી ઇન્ચાર્જ પો.ઇન્સ. જે.એમ.ચાવડા, પો.સ.ઈ. એચ.એ.જાડેજા,ઙ્ગ નાઓના માર્ગદર્શન હેઠળ પો.હેડ.કોન્સ.રવિદેવભાઈ બારડ, મહીપાલસિહ જાડેજા, પો.કોન્સ. જયેન્દ્રસિંહ વાઘેલા, પરાક્રમસિંહ ઝાલાએઙ્ગ મળેલ બાતમી આધારે સતાપર ગામેથી ગોંડલ આવતી વિદેશી દારૂ ભરેલ મારુતી ૮૦૦ કાર તથા તેનુ પાયલોટીંગ કરતા સ્પ્લેન્ડર મો.સા. સાથે ગોંડલ તાલુકાના વાછરા ગામેથી પકડી પાડી કારમાં બેઠેલા નિર્મળ રામભાઈ ધ્રાંગા આહીર રહે.સતાપર તા.કોટડા-સાંગાણી, જયેશ નાથાભાઈ સાનીયા ભરવાડ રહે.ઉમવાડા ફાટક ગોકુળીયાપરા ગોંડલને ઝડપી લીધા હતા. જ્યારે ભગીરથસિંહ કાથુભા વાઘેલા રહે.રઘુવીર સોસાયટી કોટડા-સાંગાણી રોડ ગોંડલ, રાજુ એભલભાઈ લાવડીયા રહે.સતાપર તા.કોટડા-સાંગાણી તથા રાજુનો ભાગીદાર કાળુભાઈ કોળી રહે.સતાપર તા.કોટડા-સાંગાણી નાસી છૂટયા હતા.

રૂરલ એલસીબીએ બોટલ નંગ ૧૨૦ કિ.રૂ.૩૬,૦૦૦, મારૂતી ૮૦૦ કાર રજી.નં.GJ3-DD-270 , હીરો સ્પ્લેન્ડર  તથા મોબાઈલ ફોન નંગ ૨ મળી કુલ મુદામાલ રૂ.૧,૧૧,૦૦૦નો કબ્જે કરી તમામ સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો હતો.

(3:20 pm IST)
  • ભૂપેન હઝારિકાના પુત્રએ ભારત રત્ન લેવા કર્યો ઇન્કાર :ભાઈએ કહ્યું હું તેમાં સહમત નથી :ભૂપેન હઝારિકાના મોટા ભાઈ સમર હઝારિકાએ કહ્યું કે ભારત રત્ન પાછો આપવાનો નિર્ણંય તેના પુત્રનો હોય શકે છે પરંતુ હું તેમાં સહમત નથી access_time 1:07 am IST

  • બૈતૂલના ભાજપના સાંસદ જ્યોતિ ધુર્વનું જાતિ પ્રમાણપત્ર કેન્સલ ;વધી શકે છે મુશ્કેલી :જનજાતીય કાર્ય વિભાગની તપાસ સમિતિએ ધૂર્વનું અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર રદ કરવા પરનો પ્રતિબંધ હટાવ્યો :એટલે કે જ્યોતિ ધુર્વ જનજાતીય વર્ગના નથી access_time 1:02 am IST

  • મુંબઇમાં ૩૮ કરોડના કોકેન સાથે ચાર વિદેશીની ધરપકડ access_time 3:23 pm IST