Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

માધવપુર (ઘેડ)માં યુવાન ઉપર સિંહ ત્રાટકયોઃ ઇજા

ઇજાગ્રસ્ત યુવાનને પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડાયોઃ સિંહને પકડવા વન સંરક્ષણ અધિકારીઓ દ્વારા કવાયત

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧ર :.. માધવપુર (ઘેડ) સીમમાં આવી ગયેલા સિંહે એક યુવાન ઉપર હૂમલો કરતા ઇજા પામેલા આ યુવાનને પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયેલ છે.

વન સંરક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા સિંહને પકડવા કવાયત હાથ ધરી છે. ઠેર ઠેર પાંજરા મુકયા છે.

માધવપુર ઘેડ સિમમાં અનેક વખત સિંહ આટાંફેરા કરી જતા હોવાનું તથા આ સિંહ ગીરમાંથી દરિયાકાંઠા રસ્તાથી આવી જતાનું લોકો કહે છે.

(3:20 pm IST)