Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

યુવાનોના કૌશલ્ય નિર્માણ - રોજગારી માટે રાજ્ય સરકાર કટિબધ્ધ : જૂનાગઢમાં ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા મેગા કેમ્પ જોબ ફેર

શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં ૩૧૩ જગ્યાઓ માટે ૧૯૫૬ વિદ્યાર્થીઓ હાજર

 જુનાગઢ તા.૧૨ : રાજય સરકારના શિક્ષણ વિભાગઙ્ગ દ્વારા પ્રથમ વખત કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મેગા પ્લેસમેન્ટ જોબફે નું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જૂનાગઢમાં ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ દ્વારા બહાઉદ્દીન કોલેજ ખાતે મેગા પ્લેસમેન્ટ કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેનું ઉદઘાટન શિક્ષણ વિભાગના રાજયકક્ષાના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે એ કર્યું હતું. બહાઉદ્દીન કોલેજ ખાતે ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આયોજીત પ્લેસમેન્ટ કેમ્પમાં સરકારી અને ગ્રાન્ટ ઇન કોલેજનાં ૧૯૫૬ જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા જેમાંથી ૧૨૧૩ વિદ્યાર્થીઓએ જુદી જુદી નોકરી દાતા કંપનીઓ એજન્સીઓ એડવોકેટ ફર્મ સહિતની કુલ ૪૨ જેટલી કંપનીઓનાં પ્રતિનીધીઓ દ્વારા ૧૭૫ વિધાર્થીઓને શોર્ટ લીસ્ટેડ કરવામાં આવ્યા અને ૧૪૩ વિધાર્થીઓને સ્થળ ઉપર જ નોકરી માટે પસંદ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે ગુજરાતમાં યુવાનોને નોકરી મળે અને અથવા તો ઉદ્યોગ કે ધંધો કરીને આગળ વધતા યુવાનોને યોગ્ય વાતાવરણ મળે તે માટે રાજય સરકારે પદ્ઘતિસરનું આયોજન કર્યું છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની દીર્ઘદ્રષ્ટિ અને યુવાનોના સ્કીલ ડેવલપમેન્ટ અંગેના વિઝનને લીધે ગુજરાતમાં રોજગારીનું નિર્માણ થયું છે. ગુજરાત સરકારે પણ સરકારી ભરતીમાં પારદર્શક અને મેરીટ આધારિત વહીવટી પ્રક્રિયા કરીને એક લાખથી વધુ યુવાનોને નોકરી આપી છે. મંત્રીશ્રીએ કહ્યું કે અગાઉની સરખામણીમાં હાલ ગુજરાતમાં ૬૦થી વધુ યુનિવર્સિટીઓ છે અને છેલ્લે રેલવે યુનિવર્સિટી પણ ગુજરાતમાં બની રહી છે. મંત્રીશ્રીએ યુવાનોને કૌશલ્યમાં નિપુણ બની ને સખત મહેનત કરીને આગળ વધવા અને રાજય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ના કુલપતિ શ્રી ચેતન ત્રિવેદી એ જણાવ્યું હતું કે અભ્યાસ પૂર્ણ થયા પછી યુવાનોને તેમને અનુકૂળતા મુજબની અને તેની લાયકાત પ્રમાણે નોકરી મળી રહે તે માટે રાજય સરકારે આ સુંદર પ્લેટફોર્મ પુરુ પાડ્યું છે અને યુનિવર્સિટી દ્વારા પણ આ અંગેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેની રૂપરેખા આપી હતી.

ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિ અને શિક્ષણ વિભાગના અધિકારી શ્રી દેસાઇએ પણ સરકારશ્રીની યુવાનો માટેની રોજગાર લક્ષી યોજનાઓની માહિતી આપી હતી. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કર્યા હતા.

ઙ્ગજુનાગઢ બહાઉદ્દીન સાયન્સ કોલેજના પ્રિન્સીપાલ શ્રી આર.પી.ભટ્ટે ૧૧૮ વર્ષ પૈારાણિક અન એતિહાસીક એવી બહાઉદ્દિન કોલેજ ભવનનો રસપ્રદ વાર્તાનુવાદ કરી શ્રી ભટ્ટે યુવાનોને રોજગાર લક્ષી માર્ગદર્શન આપ્યું હતું .પાર્થ કોટેચાએ પણ બદલાતા જતા સમયમાં કંપનીઓની અને ઉદ્યોગની તેમજ સર્વિસ સેકટર ની માહિતી આપી હતી.

બહાઉદ્દીન કોલેજ ના વિવિધ રૂમ માં વિવિધ કંપનીઓના અધિકારીઓએ વિદ્યાર્થીઓના બાયોડેટા ઇન્ટરવ્યૂ લીધા હતા. અને ભરતી પ્રક્રિયા આગળ વધારી હતી, જૂનાગઢ કલેકટર ડો. સૌરભ પારધીએ યુવાનોને કારકિર્દી ઘડતર માટે તેમજ તેમનામાં રહેલી શકિતઓ અને વિશેષતાઓ પ્રમાણે પર્ફોમન્સ કરવા જણાવ્યું હતું.

આ પ્રસંગે જૂનાગઢના મેયર શ્રી આદ્યશકિત બેન મજમુદાર, કલેકટર શ્રી સૌરભ પારધી, અગ્રણીશ્રી ચંદ્રેશ હેરમા, શ્રી પ્રદિપભાઇ ખીમાણી, શ્રી જયોતિબેન વાછાણી, ડોલીબેન અજમેરા શ્રી જીવાભાઇ પ્રો. પરાગ દેવાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી મેહુલ દવેએ કર્યું હતું અને આભારવિધિ પ્રો. ટીલવાએ કરી હતી.ઙ્ગવૈષ્ણવજન તો તેને કહીએ ભજન વિદ્યાર્થીની શ્રી કિંજલબેન ઝાલાએ સુંદર રીતેઙ્ગ રજૂ કર્યું હતું મંત્રીશ્રીએ તેમનું સુંદર રીતે સન્માન પણ કર્યું હતું. (તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)(૨૧.૧૭)

(1:40 pm IST)