Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

જામનગર-ખંભાળિયા-રાજકોટમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા સમુહલગ્ન : ૬૨ નવદંપતિ લગ્નગ્રંથીથી જોડાયા

રાજકોટ તા.૧૨ : વસંતપંચમીના રોજ જામનગર ખંભાળીયા અને રાજકોટમાં વરીયા પ્રજાપતિ જ્ઞાતિનો સમુહલગ્નોત્સવ યોજાયો હતો. જેમાં જામનગરમાં સાત ખંભાળીયામાં પંદર અને રાજકોટમાં ૪૦ નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડયા હતા. કન્યાઓને દાતાઓ તરફથી કરિયાવરની ભેટ આપવામાં આવી હતી. જ્ઞાતિના અગ્રણીઓ તથા વિદેશથી જ્ઞાતિ અગ્રણીઓ પધાર્યા હતા. જામનગરમાં પ્રમુખ કરશનભાઇ વાડોલીયા, મંત્રી રતિલાલ સંચાણીયા, મનસુખ વરિયા, નરશીભાઇ લાઠીયા, મોરઝરીયા પરિવાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જામખંભાળીયામાં પ્રમુખ રમેશભાઇ વાડોલીયા, મંત્રી ભરતભાઇ નડીયાપરા, શૈલેષભાઇ ટાંકોદરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટમાં મોહનભાઇ વાડોલીયા, વ્રજલાલ લાઠીયા, ડો.અલ્પેશ મોરઝરીયા, કોર્પોરેટર અંજના મોરઝરીયા, હીરાભાઇ નડીયાપરા ફેમેલી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણને લગતી માહિતી વિવિધ સરકારી પ્રજાલક્ષી યોજનાઓ, વ્યસન મુકિત, રકતદાન કેમ્પ વગેરેનું સુંદર આયોજન કરાયુ હતુ. હજારો જ્ઞાતિજનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.(તસ્વીર - અહેવાલ : મુકેશ વરિયા, ફલ્લા)(૪૫.૪)

 

(1:39 pm IST)