Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

જામનગરમાં બહેનની છેડતી કરવાની ના પાડતા માર માર્યો

જામનગર તા. ૧૨ : અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સાગર પરષોતમભાઈ ચૌહાણ એ ફરીયાદ નોંધાવી છે કે, ગુલાબનગર, શ્યામ ટાઉનશીપ પાણીના ટાકા સામે  માનવ રાઠોડે ફરીયાદી સાગરની બહેનનો પીછો પછી કરતો હોય અને તેની પાછળ પાછળ ફરતો હોય જેથી ફરીયાદી સાગરએ તેને અવાર નવાર સમજાવવા છતા માનેલ નહી અને રાત્રીના ઘર પાસે બહાર આવી ફરીયાદી સાગરને બહાર બોલાવીને ડાબા પડખે એક ઘા કરેલ અને તેની સાથેના ત્રણ અજાણ્યા ઈસમો પૈકી એક આરોપીએ ફરીયાદી સાગરને લાકડના ધોકા વડે ફરીયાદી સાગરના જમણા હાથ ના બાવડા પર ઘા કરી ઈજા કરેલ તે દરમ્યાન સાહેદ સંજયભાઈ પરમાર છોડાવવા જતા માનવ રાઠોડે સાહેદને પણ ડાબા પડખે છરી તથા લાડકા ધોકા વડે શરીરે ઈજા કરી એકબીજાની મદદગારી કરી નાશી જઈ ગુનો કરેલ છે.

નાંદુરી ગામે જુગાર

લાલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. બળભદ્રસિંહ મહીપતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, નદીના સામાકાંઠે લીબડા નીચે ગામ નાંદુરીમાં પ્રઘ્યુમનસિંહ સીંદુભા જાડેજા, એભાભાઈ મેપાભાઈ કરંગીયા, અરજણભાઈ લખમણભાઈ કરંગીયા રે. નાંદુરી ગામવાળા જાહેરમાં જુગાર રમતા રૂ.૩૧૦૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

આંકડા લખતો ઝડપાયો

લાલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. ભીખુભાઈ પાચાભાઈ મોરી એ ફરીયાદ નોંધાવી છે કે, લાલપુર જુની શાકમાર્કેટ, યુસુફ ઓસમાણ લાખા, રે. રૂપાવટી નદીના કાઠે, તા.લાલપુરવાળા પોતાની દુકાન પાસે જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

સગીરાનું અપહરણ

કાલાવડ ગ્રામ્યમાં ફરીયાદ નોંધાવી છે કે, સુરેશભાઈ શીવાભાઈ ઉર્ફે ભોપટભાઈ રાઠોડ રે. કનકગામ, તા.જંબુસર, જિ.ભરૂચવાળાએ એક સગીરાનું અપહરણ કરી લઈ જઈ ગુનો કરેલ છે.

અહીં સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીએ ફરીયાદીની સગીરવયની દિકરીને બાવાવાસ, કિશાન ચોક ખાતેથી અપહરણ કરી લઈ જઈ ગુનો કરેલ છે.

ધુવાવ નાકા પાસે જુગાર  રમતા બે શખ્સો ઝડપાયા

અહીં સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ભગીરથસિંહ મયુરસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, ધુંવાવ નાકા કોલોની વાસ, જાહેર શૌચાલય પાસે સંજય જાદવજીભાઈ પિપળીયા, નાથાલાલ ગોવિંદભાઈ સરવૈયા, સંજય બાબુલાલ રાઠોડ,  રૂ.૭પ૦ તથા ઘોડી પાસાના નંગ–ર સાથે ઝડપાઈ ગયેલ છે.

દારૂની બોટલ સાથે ઝડપાયો

અહીં પંચ બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. હાર્દિકભાઈ મનહરલાલ ભટ્ટ એ ફરીયાદ નોંધાવી છે કે, દરેડ નાગાબાઈ હોટલ પાસે રઘુભાઈ ગોકળભાઈ રાઠોડ એ પોતાના કબ્જાના પેન્ટના નેફામાં ગેરકાયદેસર દારૂની બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦ની રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

જુગાર રમતા  છ શખ્સો ઝડપાયા

અહીં સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં આર.આર.સેલના કોન્સ. કમલેશભાઈ દેવરાજભાઈ રબારી એ ફરીયાદ નોંધાવી છે કે, ધુંવાવ નાકા, કોલી વાસ, જાહેર શૌચાલય પાસે નવલસિંહ ચંદુભા રાણા, હીતેન્દ્રસિંહ નટુભા જાડેજા, બસીર મુસાભાઈ ખફી, સંજયસિંહ જીલુભા જાડેજા, નરેશ ઉર્ફે સાંઈ નેમરાજ ગ્યાનચંદાણી, મીલનભાઈ બચુભાઈ નંદા, જુગાર રમી રમતા રેઈડ દરમ્યાન કુલ રૂ.૧૩રર૦ તથા ગંજીપતાના પાના સાથે ઝડપાઈ ગયેલ છે.(૨૧.૧૬)

(1:39 pm IST)