Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

કલ્યાણપુરમાં જાનમાં ફાયરીંગઃ મહિલાનું મોત

દાંડીયારાસ વખતે અરજણ ડાંગરે ભડાકો કરતા જાન જોવા આવેલ મહિલાનો ભોગ લેવાયો

 ખંભાળીયા, તા. ૧ર : ભાણવડના કલ્યાણપુરમાં લગ્નની જાન પરણીને આવ્યા બાદ જાન જોવા ગયા હતા. ત્યારે ફાયરીંગ થતાં એક મહિલાનું મોત થયું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ ભાણવડના કલ્યાણપુર ગામે રહેતા ભૂપતભાઈ ગોજીયાના દિકરાની જાન પરણીને ગામમાં પરત આવી હતી ત્યારે ફરીયાદી રાણાભાઈ પરમાર તેમના પત્નિ પુંજીબેન ઉ.વ.૫૬વાળા આ જાનને જોવા ઉભા હતા ત્યારે જાનૈયા દાંડીયા રાસ રમતા હતા.

ત્યારે આરોપી અરજણ પાલાભાઈ ડાંગર ઉત્સાહમાં આવી જોટો બંદુકમાંથી હવામાં ભડાકો કરતા તેનો કારટીસ અકસ્માતે પુંજીબેનને લાગી જતા ગંભીર ઈજાઓ થતા મરણ ગયેલ. આ સમગ્ર મામલે મરણ જનારના પતિ રાણાભાઈ પરમારે આરોપી અરજણભાઈ પાલાભાઈ ડાંગર વિરૂદ્ધ ભાણવડ પોલીસમા ફરીયાદ નોંધાવતા આગળની તપાસ હાથ ધરી છે.

આ બનાવથી ગામજનોમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.  જો કે આજકાલ પ્રસંગોમાં એક શોખ અથવા ફેશન થઈ ગઈ હોય તેમ કેટલાક પ્રસંગોમાં હવામાં ભડાકા કરવામાં આવી રહ્યા છે.

અકસ્માત

ખંભાળીયા જામનગર રોડ પર પ કિ.મી. દૂર કંચનપુર ગામના પાટીયા પાસે મો.સા. ઉપર જઇ રહેલ ગુલાબભાઇ રાયચુરાને એક સ્વીફટ કાર નં.જીજે૧૦બીજી-૮૧૧૧ના ચાલકે પોતાની ગફલતભરી રીતે ચલાવી ઉપરોકત મો.સા.ને હડફેટે લેતા મો.સા. સવાર ગુલાબભાઇ રાયચુરાને માથામાં હેમરેજ તથા પગમાં ત્રણ ફ્રેકચર સહિતની ઇજા કરી સ્વીફટ કાર ચાલક પોતાની ગાડી લઇ નાશી જતા આ બનાવ અંગે કાર ચાલક વિરૂદ્ધ ખંભાળીયા પોલીસમાં ઇજા પામનારના પુત્ર ભવદીપ રાયચુરાએ ફરીયાદ નોંધાવાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.(૮.૧૩)

 

(1:38 pm IST)
  • અમદાવાદ: મહેસાણા જિલ્લામાં હાર્દિકને પ્રવેશવા માટેની પરવાનગીનો મામલો : હાર્દિકને જિલ્લામાં પ્રવેશવું જોઈએ કે નહીં તે માટે જવાબ રજૂ કરવા હાઇકોર્ટે સરકારને આદેશ આપ્યો : જવાબ રજુ કરવા સમય માંગતા સુનાવણી ટળી access_time 12:24 am IST

  • સુરત ટેક્ષટાઇલ માર્કેટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફોટાની પ્રિન્ટ વાળી સાડી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર :લોકસભા ચૂંટણી પહેલા મોદી સાડીએ મચાવી ધૂમ access_time 12:26 am IST

  • ભૂપેન હઝારિકાના પુત્રએ ભારત રત્ન લેવા કર્યો ઇન્કાર :ભાઈએ કહ્યું હું તેમાં સહમત નથી :ભૂપેન હઝારિકાના મોટા ભાઈ સમર હઝારિકાએ કહ્યું કે ભારત રત્ન પાછો આપવાનો નિર્ણંય તેના પુત્રનો હોય શકે છે પરંતુ હું તેમાં સહમત નથી access_time 1:07 am IST