Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

વિજયભાઇ રૂપાણી-યોગી આદિત્યનાથ ૧ માર્ચના અને અમિતભાઇ શાહ ૪ માર્ચે જૂનાગઢ આવશે

જૂનાગઢ તા.૧૨: જુનાગઢમાં ભવનાથ તળેટી ખાતે દર વર્ષે યોજાતા મહા શિવરાત્રી મેળાને આ વર્ષે રાજય સરકાર દ્વારા ગિરનાર શિવરાત્રી કુંભમેળા તરીકે ઉજવવાનું નક્કી કર્યુ છે. ત્યારે આ વખતે ગરીમાપુર્ણ મેળાનું ભવ્ય આયોજન કરાયું છે. આ મેળામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ, રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

તા. ર૭ મીએ ધ્વજારોહણ બાદ કુંભ મેળાનો પ્રારંભ થશે. તા.૧ માર્ચના રોજ રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહેશે.

તા.૪ માર્ચના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ કુંભ મેળામાં ઉપસ્થિત રહેશે.

ભવનાથ ખાતે યોજાયેલ મેળામાં તા. ૪ માર્ચના રોજ સાધુ-સંતોની રવેડીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ ખાસ હાજર રહીને લોકસભાની આવનાર ચુંટણી માટે પ્રચારનું રણશીંગુ ફુંકશે. (૪.૭)

(12:30 pm IST)