Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

માળીયામિંયાણા અને મોરબીમાં વિદેશી દારૂ સાથે બે પકડાયા

 મોરબી, તા.૧૨: મોરબી બી ડીવીઝન પોલીસ અને માળિયા પોલીસે બે સ્થળે દરોડા કરીને ઇંગ્લીશ દારૂ સાથે બે આરોપીને દબોચી લીધા છે.

માળિયા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હરીપર ગામ નજીક હુશેન સામતાણી રહે હરીપર તા.માળિયાવાળાને બાવળની આડમાં રાખેલ સાત નંગ દારૂની બોટલ અને નાના ચપલા સહીત કુલ ૩૭૦૦ ના દારૂ સાથે ઝડપી લીધો છે જયારે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે વિસીપરા વિસ્તારમાં રહેતા અયુબ ઉર્ફે ઇમરાન યુસુફ મકરાણીના ઘરે દરોડો કરી ૧૮ બોટલ દારૂ કીંમત પ૪૦૦ના મુદામાલ સાથે ઝડપી લીધો છે.(૨૩.૮)

(11:28 am IST)