Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

ભાવનગરના જૈન સમાજની દીકરી મીન્જલ શાહ ૧૪મીએ દિક્ષા અંગીકાર કરશે

ભાવનગર તા.૧૨: રૂપાણી સ્થિત મૂળ વરલ ગામનાં વતની જેઓ જૈન પરિવારની દીકરી મીન્જલ શાહ, માતા નિર્મલાબેન અને પિતા ધીરજલાલ તેમની ૨૭ વર્ષની દીકરી મીન્જલ આગામી ૧૪ ફેબ્રુઆરી વેલેન્ટાઇન -ડેનાં દિવસે દિક્ષા અંગીકાર કરી પ્રભુ મહાવીર સાથે પ્રિતથી બંધાઇ જશે.

વર્તમાન સમયમાં પેઢી ભોૈતિક સુખો અને ટેકનોલોજી તેમજ મોજશોખમાં રત રહે છે ત્યારે આ યુવા પેઢી યોગ્ય રાહ ચિંધતા સુરતમાં એક સાથે આઠ યુવતીઓ સાથે ભાવનગરનાં જૈન પરિવારની દીકરી મીન્જલ ધીરજલાલ શાહ પણ સંસારની મોહ માયા છોડી સંયમ ગ્રહણ કરશે.

આગામી તા. ૧૪નાં રોજ જયારે યુવાઓ વેલેન્ટાઇન-ડે ની ઉજવણીમાં વ્યસ્ત હશે. ત્યારે આ આઠેય યુવતીઓ સંસારનાં રંગો છોડી સ્વતે વસ્ત્રો અપનાવી પરમાત્માનાં પંથે ડગ માંડશે. કૈલાશનગર શ્વેતાંમ્બર મૂર્તિપૂજક જૈન સંઘનાં આંગણે પ્રથમવાર દિક્ષા દાનેશ્વર આચાર્યગુણરત્નસૂરીસ્વરજી મહારાજની નિશ્રામાં આગામી તારીખ ૧૪ ફેબ્રુઆરીનાં રોજ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતનાં ૮ મુમુક્ષુઓ દિક્ષા ગ્રહણ કરશે. દિક્ષા દાનેશ્વરીનાં હસ્તે ગત વર્ષ ૪૧૦મી દિક્ષાની નોંધ ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમે લીધી હતી.

મીન્જલનાં પિતા શિહોરનાં વરલ ગામે કરિયાણાની દુકાન ધરાવતા હતા અને મીન્જલે પિતાની છત્ર છાયા નાની ઉંમરમાં જ ગુમાવેલી હતી ત્યારબાદ મોટા ભાઇ અને અન્ય ૩ સગી બહેનોનાં તેમજ માતાનાં સંગાથે ઉછેર થયેલ. મીન્જલ બાળપણથી ભાવનગરનાં જૈનોની તીર્થનગરી એવી પવિત્ર ભૂમિ પાલીતાણા ખાતે શ્રાવિકાશ્રમમાં બેચલર ઓફ આર્ટસ સુધી અભ્યાો પૂર્ણ કર્યો હતો.

મીન્જલમાં નાનપણથી ધર્મનાં ઊંડા સંસ્કારોનું ઘડતર થયેલ છે અને પંચપ્રતીકમળ અને જૈનોનાં જીવીચાર એવા અનેક શાસ્ત્રોનો ઊંડાણ પૂર્વક અભ્યાસ કરી સાથે સાથે પાલીતાણાની ૯૯ યાત્રા અને પગપાળા સંઘ પણ કરેલ છે. હોમ સાયન્સસમાં ગ્રેજયુએશન કરેલુ છે અને ૨૭ વર્ષની ઉંમરે સાધ્વી પ્રમોદેરેખાજી સાથે બે વર્ષ રહી સંયમ માર્ગની તાલીમ લીધી છે.(૧.

(11:21 am IST)