Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

CA IPCCના એકઝામમાં ૫૫૦૦૦ વિદ્યાર્થીઓમાં દેશમાં ૪૧મું સ્થાન મેળવી કચ્છનું ગૌરવ વધારતો ભુજનો અંશ ખંડોલ

 ભુજ તા. ૧૨ :  CA IPCCના જાહેર થયેલા રિઝલ્ટ માં ભુજના અંશ બિપિન ખંડોલે ઝળહળતી ફતેહ મેળવી છે. એક સાથે બબ્બે ગ્રુપની એકઝામ આપીને અંશે પ્રથમ પ્રયાસે જઙ્ગ દેશભરના ૫૫૦૦૦ વિદ્યાર્થીઓ વચ્ચે થી ૪૧ મુ સ્થાન અને ગુજરાતમાં ૯ મુ સ્થાન મેળવ્યું છે.

સમગ્ર કચ્છમાં અંશ પ્રથમ નંબરે છે. અંશ બિપિન ખંડોલે CA IPCC માં બન્ને ગ્રુપ માં કુલ ૮૦૦ માં થી ૫૮૬ માર્કસ મેળવ્યા છે. આ વર્ષે દેશમાંથી કુલ ૫૫૦૦૦ વિદ્યાર્થીઓ એ CA IPCC ની એકઝામ આપી હતી જેમાં ભુજના અંશ ખંડોલે બન્ને ગ્રુપની એકઝામ આપીને મેરિટમાં ૪૧મો નંબર મેળવ્યો છે. ૧૨ માં ધોરણ સુધી ભુજની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ માં અભ્યાસ કરનાર અંશ ખંડોલ અત્યારે ભુજની જે.બી. ઠક્કર કોમર્સ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ભુજ કેન્દ્ર માં જ CA IPCCની એકઝામ આપનાર અંશ ખંડોલે કચ્છમાં પ્રથમ તેમ જ ગુજરાતના મેરિટમાં ૯મુ સ્થાન મેળવ્યું છે.

અંશ ના દાદા સ્વ. મોહનભાઇ ખંડોલ દીન્નોદ્ઘાર માનવ કલ્યાણ ટ્રસ્ટની સેવાભાવી પ્રવૃત્ત્િ। દ્વારા સમાજસેવા ક્ષેત્રે લોકચાહના ધરાવતા હતા. જયારેઙ્ગ ઙ્ગઅંશ ના પિતા બિપિન ખંડોલ ભુજ, બળદિયા, કેરા મધ્યે કોમ્પ્યુટર હાર્ડવેર સોફટવેરના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અંશ ના કાકા અને ભુજ CA બ્રાન્ચના ચેરમેન દર્શન ખંડોલે પણ તેને ઝળહળતી સફળતા માટે શુભેચ્છાઓ આપી છે. CA CPT ની એકઝામ પ્રથમ પ્રયાસે ઉત્તીર્ણ કરનાર અંશ બિપિન ખંડોલ ભવિષ્યમાં CFA ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડવા ઈચ્છે છે.(૨૧.૯)

 

(11:20 am IST)