Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

ભાવનગરમાં પ્રજ્ઞાચક્ષુઓને પ્રેરક સંદેશ

 ભાવનગર : શ્રીવળીયા આર્ટસ અને મહેતા કોમર્સ કોલેજ ખાતે રકતદાન કેમ્પમાં શહેરની કેપીઇએસ ગુરૂકુળ સ્વામીનારાયણ જ્ઞાનમંજરી એન્જીનીયરીંગ કોલેજ વળીયા આર્ટસ કોલેજ મહેતા કોમર્સ કોલેજ વગેરેના વિદ્યાર્થીઓ સાથે દશ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ રકતદાન કરી પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂ પાડયુ હતુ. ઇન્દુભાઇ ચાતુર્વેદી ફાઉન્ડેશન તરફથી રકતદાતાઓને પ્રોત્સાહક કીટ અપાઇ. અતિથિ વિશેષ પદે રાજેશ મહેતા (૧૭૦ વખત રકતદાન કરેલ),પ્રો.હિમલભાઇ પંડયા પ્રિન્સીપાલ ડો.સુનીલભાઇ શર્મા, રેડક્રોસ સોસાયટીના ચેરમેન ડો.મિલનભાઇ દવે, ડો.અધિશભાઇ ત્રિવેદી, પ્રિન્સીપાલ પરેશભાઇ, સંજયભાઇ વગેરે ઉપસ્થિત રહેલ. રકતદાતા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ સાથે આયોજકોની તસ્વીર.

(11:19 am IST)
  • બૈતૂલના ભાજપના સાંસદ જ્યોતિ ધુર્વનું જાતિ પ્રમાણપત્ર કેન્સલ ;વધી શકે છે મુશ્કેલી :જનજાતીય કાર્ય વિભાગની તપાસ સમિતિએ ધૂર્વનું અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર રદ કરવા પરનો પ્રતિબંધ હટાવ્યો :એટલે કે જ્યોતિ ધુર્વ જનજાતીય વર્ગના નથી access_time 1:02 am IST

  • ભૂપેન હઝારિકાના પુત્રએ ભારત રત્ન લેવા કર્યો ઇન્કાર :ભાઈએ કહ્યું હું તેમાં સહમત નથી :ભૂપેન હઝારિકાના મોટા ભાઈ સમર હઝારિકાએ કહ્યું કે ભારત રત્ન પાછો આપવાનો નિર્ણંય તેના પુત્રનો હોય શકે છે પરંતુ હું તેમાં સહમત નથી access_time 1:07 am IST

  • ચંદ્રબાબુ નાયડુના ઉપવાસ પૂર્ણ : પૂર્વ પીએમ દેવગૌડાએ કરાવ્યા પારણા :વિપક્ષી નેતાઓ થયા એકજુથ :ચંદ્રાબાબુ નાયડુએ રાત્રે 8,20 કલાકે પોતાના એક દિવસના ઉપવાસ ખત્મ કર્યા હતા access_time 1:07 am IST