Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

અપક્ષની જોરે ભાજપ બગસરા નગરપાલિકામાં ફરી ફાવી ગયું

બગસરા, તા. ૧ર : નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પંચાબેન બઢીયાનું અવસાન થતા ખાલી પડેલી જગ્યા માટે ચૂંટણી યોજવામાં આવી હતી. પ્રાંત અધિકારી ઓઝા , મામલતદાર તલાટ તથા ચીફ ઓફીસર ગોસ્વામીની ઉપસ્થિતિમાં યોજાયેલી ચૂંટણીમાં શરૂઆત થતા જ કોંગ્રેસના મુકતાબેન નળીયાધરા, ભાવનાબેન કટેશીયા, દિલીપભાઇ મકવાણા તેમજ ભાજપના ફરઝાનાબેન બિલખીયા, નર્મદાબેન હડીયલને ગત ચૂંટણીની કાર્યવાહી અન્વયે પક્ષાંતર ધારા મુજબની કલમ અન્વયે પાલિકાના સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જેથી તેમને તાત્કાલીક આ બેઠકમાંથી બહાર નીકળી જવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી બાદ ભાજપના કુલ નવ સદસ્ય તથા કોંગ્રેસના કુલ નવ સભ્યો અને એક અપક્ષ મળી ઓગણીસ સભ્યો ચૂંટણીમાં હાજર રહ્યા હતાં.

જેમાં કોંગ્રેસ દ્વારા મંજુલાબેન મેર અને ભાજપ દ્વારા રસીલાબેન પાથરનું ફોર્મ પ્રમુખપદ માટે રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં અપક્ષ ઉમેદવાર રમેશભાઇ સોમાણી દ્વારા અંતિમ ક્ષણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ટેકો જાહેર કરતા રસીલાબેન પથ્થરને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બેઠકમાં ગેરહાજર રહેલા ભારતીય જનતા પાર્ટીના રેખાબેન પરમાર તેમજ હરેશભાઇ રંગાડીયાને છ વર્ષ માટે પક્ષના સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યાનું શહેર ભાજપ પ્રમુખ એ.વી. રીબડીયા દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના એક ઉમેદવાર નર્મદાબેન ભરખડા પણ આ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. આમ ખૂબજ રસાકસી ભરી આ બેઠકમાં અંતે અપક્ષના જોરે ભાજપે ફરી બગસરા નગરપાલિકાને કબજે કરી હતી (૮.૮)

 

(11:18 am IST)
  • અમદાવાદ: મહેસાણા જિલ્લામાં હાર્દિકને પ્રવેશવા માટેની પરવાનગીનો મામલો : હાર્દિકને જિલ્લામાં પ્રવેશવું જોઈએ કે નહીં તે માટે જવાબ રજૂ કરવા હાઇકોર્ટે સરકારને આદેશ આપ્યો : જવાબ રજુ કરવા સમય માંગતા સુનાવણી ટળી access_time 12:24 am IST

  • બૈતૂલના ભાજપના સાંસદ જ્યોતિ ધુર્વનું જાતિ પ્રમાણપત્ર કેન્સલ ;વધી શકે છે મુશ્કેલી :જનજાતીય કાર્ય વિભાગની તપાસ સમિતિએ ધૂર્વનું અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર રદ કરવા પરનો પ્રતિબંધ હટાવ્યો :એટલે કે જ્યોતિ ધુર્વ જનજાતીય વર્ગના નથી access_time 1:02 am IST

  • તમામ બુથમાં VVPAT ગોઠવવા PIL: હાઈકોર્ટમાં ફેંસલો આવવા સંભાવના: ચૂંટણીપંચનો આદેશ છતાં હજુય VVPAT ઉપલબ્ધ ન હોવાનો દાવો : આ લોકસભા ચૂંટણીમાં તમામ ઈવીએમને VVPAT સાથે જોડવાની માંગ access_time 11:17 am IST