Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

ભાવનગરમાં ગેરેજમાં આગ ભભૂકી ઉઠીઃ છ મોટર કાર સળગીને ખાખ

ભાવનગર તા. ૧ર :.. ભાવનગરમાં નવાપરા વિસ્તારમાં આવેલ મોટર ગેરેજમાં આગ ભભુકી ઉઠતાં આગમાં ૬ ફોર વ્હીલ કાર સંપૂર્ણ પણે સળગી ખાક થઇ ગઇ હતી. ફાયર બ્રિગેડનાં સ્ટાફે આગને કાબુમાં લીધી હતી.

વિગતો મુજબ શહેરના નવાપરા વિસ્તારમાં કબ્રસ્તાનની બાજુમાં આવેલ રજાકભાઇ અને રહીમભાઇ બપુભાઇ સૈયદની માલીકીનાં મોટર ગેરેજમાં સવારે આગ ભભૂકી ઉઠી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ગેરેજમાં પડેલી તાવેરા કાર નં. જીજે-૭-એ.એન. ૬૧૦૦, કવોલીસ  કાર નં. જીજે-૪-બીઇ પ૮૭૪, એસ્ટીમ કાર નં. જીજે-૪-ડી ૧ર૧૦, ઇન્ડીકાર કાર નં. જી. જે. ૧૬ એ એ ૦૪૪ અને ટોયેટો અને એક ફ્રન્ટી કાર આગની લપેટમાં આવી જતાં સંપુર્ણ સળગી ગઇ હતી.

આગની જાણ થતાં જ ફાયર બ્રીગેડનો સ્ટાફ દોડી આવ્યો હતો અને બે ગાડી પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી. (પ-૧૯)

(11:14 am IST)