Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

વાંકાનેરમાં લાંબા સમય બાદ ટ્રાફીક અંગે કડક કાર્યવાહી

વાંકાનેર, તા. ૧ર : વાંકાનેર શહેરમાં ટ્રાફીક પ્રશ્ને વાહનો રેંકડીઓના આડેધડ પાર્કીંગ તથા દબાણો ને પગલે શહેરના પહોળા રસ્તાઓ સાંકડા જોવા મળતા હતા.

ગઇકાલથી વાંકાનેર શહેર પોલીસ અધિકારી જાડેજા પોતાના સ્ટાફ સાથે ત્રાટકતા ટ્રાફીક સમસ્યા હળવી બનવા પામી છે એ પૂર્વે દરેક ચોક વિસ્તારોમાં જીઆરડીના ચાર-ચાર માણસો હોવા છતાં ટ્રાફીક સમસ્યા યથાવત જોવા મળતી હતી, પણ આ મામલે ગઇકાલથી કડક કાર્યવાહી હાથ ધરાતા આડેધડ વાહનો પાર્કીંગ કરતા વાહન ધારકો અને લારીઓના દબાણકર્તાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. (૮.૮)

 

(11:14 am IST)