Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

પ્રાચીન અહલ્યાબાઇ સોમનાથ મહાદેવ મંદિરના શિવલિંગનું થાળુ હવે ચાંદીનું બન્યું છે : સંકલ્પ પૂર્ણ

સદાશીવના ભકતનો ૧૫ વરસ જુનો સંકલ્પ પૂર્ણ થયો ૬૮ કિલો ચાંદીથી મઢાયા સોમનાથ દાદા

  સોમનાથ મહાદેવ મંદિરના શિવલીંગનું થાળુ જે અગાઉ આરસપહાણ પાથ્થરનું  હતુ ં તે હવે શિવલીંગનુંથાળુ ચાંદીથી મઢાયુ ં છે અમદાવાદના દાત્તા પરિવારે મંદિરને ૬૮  કિલો ચાંદી આપેલ જેનાથી થાળાને મઢાયું છે. તસ્વીરમાં પ્રથમ જુનુ થાળુ અને બીજી તસ્વીર ચાંદીથી મઢાયેલ થાળુ નજરેપડે છે.

 પ્રભાસ પાટણ તા ૧૨ :  વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરની બરોબર સામે આવેલ પ્રાચીન અહલ્યાબાઇ સોમનાથ મહાદેવ મંદિર શિવલિંગ થાળાને ભાવ ભકિતથી ચાંદીથી મઢવામાં આવ્યું છે. અમદાવાદના એક દાત્તા પરિવારે આ શિવલિંગ થાળાને ચાંદીથી મઢવા ૫૦ કિલો ચાંદી અર્પણ કરી બાકીના ૧૮ કિલોચાંદી સોમનાથ ટ્રસ્ટે તેમાં ઉમેરી કુલ ૬૮ કિલો ચાંદીથી સમગ્ર  શિવલિંગના થાળાને મઢવામાં આવ્યું . દાતા પરિવાર સોમનાથ મહાદેવના અનન્ય ભકત છે,અને ૧૫ વરસ પહેલાં કરેલ તેનો સંકલ્પ આજે પ્રાતઃકાલના બ્રહ્મમુર્હુતમાં પૂર્ણ થતા સોૈ  શિવ ભકિતમય એકાકાર બન્યા.

આ થાળાને ચાંદીથી મઢવા ૮થી૧૦ જેટલા કારીગરો રાત્રીભર મંદિરમાં કાર્યરત રહ્યા અને વહેલી સવારે ૪ વાગ્યે બ્રાહ્મ મુર્હુતમાં યજમાનોએ ચાંદીના થાળાની મહાપુજા કરી પ્રહયાલન પૂજારી કિશોરગીરી ગોસ્વામીએ  પ્રક્ષાલન કર્યા બાદ મંદિર પૂજાચાર્ય મીથીલેશ દવે એ દિવ્ય આરતી કરી યજમાનોનેઆર્શીવાદ આપ્યા અને પ્રોક્ષણ પૂજાવિધી કરાવી.

આ પ્રસંગે અહલ્યાબાઇ સોમનાથ મહાદેવ મંદિરનેફુલહારથી શણગારાયું, એલ.ઇ.ડી. વિજ  બલ્બની રોશની કરવામાં આવી અને હોમાત્મક લઘુરૂદ્ર કરવામાં આવ્યો જેમાં સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા ઉપસ્થિત રહ્યા.

અહલ્યાબાઇ સોમનાથ મંદિર ઇતિહાસ યાત્રીકો-ભાવિકોમાં જુના સોમનાથ તરીક ેઓળખાતા આ મંદિરને ઇન્દોરના મહારાણી અહલ્યાબાઇ હોલકરે ઇ.સ. ૧૭૮૨ માં પોતાના પ્રધાન શ્રી કૃષ્ણાજી બાજીને પ્રભાસપાટણ મોકલ્યા, પરંત ુ જુનુ મંદિર અત્યંત ભગ્નાવસ્થામાં હતું, જેથી ૧૭૮૩ માં સોમનાથના નવા મંદિર નિર્માણ કાર્ય શરૂ કર્યુ. પ્રાણ પ્રતિષ્ઠા ઇ.સ. ૧૭૮૮ માં થઇ જે નીચ  ેભોયરામાં ભગવાન સોમનાથની પ્રતિષ્ઠા કરાવાઇ અને ઉપરના ભાગે મહારાણીશ્રીના પોતાના નામથી અહલ્યેશ્વર મહાદેવના લિંગની સ્થાપના કરાવી. આ ર્પૂણ્ય કાર્ય કરાવી મહારાણી અહલ્યાબાઇએ સોમનાથની પૂજા પ્રાચીન પરંપરા જાળવી રાખી.

આજે પણ આ મંદિરમાં ભાવિકો સ્વ હસ્તે દર્શન પુજા અભિષેક કરી શકે છે. શિવલિંગ થાળા ક્રમ મૂળ શિવલિંગ થાળા ઉપર પ્રથમ વખત ત્રાંબાનું થાળુ થયું ત્યાર બાદ માર્બલનું અને હવે ચાંદીનું થાળુ બન્યું

સોમનાથ ટ્રસ્ટ અધ્યક્ષ કેશુભાઇ પટેલ, ટ્રસ્ટી- સચિવ પ્રવીણભાઇ લહેરી, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા આ સહિત આ પ્રાચીન અહલ્યાબાઇ સોમનાથ મંદિરનો વિકાસ અને  યાત્રીક સુવિધા કરવા સતત સક્રિય છે. (૩.૧)

(10:17 am IST)