Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

ગારીયાધાર તાલુકામાં મનરેગા યોજના હેઠળ ૩૯૦૦ મજુરોને મળતી રોજગારી

ગારીયાધાર તા.૧૨: તાલુકા અછતગ્રસ્ત યોજના હેઠળ સમગ્ર તાલુકાના ૧૩ ગામોમાં મનરેગા યોજના ચલાવાઇ રહી છે જેમા઼ ૩૯૫૨ મજુરો કામગીરી કરી રહયા છે.

આ નરેગા યોજના હાલ ગારીયાધાર તાલુકાના ચોમલ, ખોડવદરી, ભાનપુર, નવાગામ, પાલડી, રૂપાવટી, વિરડી, પરવડી, મોટા ચારોડીયા, મોરબા, માંડવી, ડમરાળા અને રતનવાવમાં તળાવ વિસ્તારમં ચાલી રહી છે. અછતગ્રસ્ત તાલુકાને અનુલક્ષીને સમગ્ર તાલુકામાં નાના વર્ગના લોકોને મજુરી મળી રહે તે હેતુથી આ કામગીરી ચાલી રહી છે.

જયારે આ યોજના હેઠળ સમગ્ર ગામડાઓમાં અંદાજે ૪૪ લાખ જેટલી રકમની ચૂકવણી કરવામાં આવી છે. સમગ્ર તાલુકાના ગામોમાં હાલ મનરેગા યોજના હેઠળ બીજા અને ત્રીજા વિકના કામો ચાલી રહ્યાં છે.

 

(9:16 am IST)