Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

જૂનાગઢ યાર્ડમાં હોબાળો મચાવનાર પાંચ ખેડૂતો સામે ફરજમાં રૂકાવટની ફરીયાદ

કર્મચારીની ફરીયાદના આધારે પોલીસ તપાસ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૧૧ :. જૂનાગઢના માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે, પરંતુ ખેડૂતોએ મગફળીના જોખને લઈને હોબાળો મચાવી રૂ. બે - બે હજાર ખેડૂતો પાસે માંગવામાં આવી રહ્યા હોવાનો અને નાણા ન આપીએ તો મગફળી રિજેકટ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો.

આ પ્રકરણમાં યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી કેન્દ્રના કર્મચારી સોમેશ દેવાભાઈ ઓડેદરાએ સુભાષ કરશનભાઈ ગોંડલીયા, વલ્લભ માવજીભાઈ દુધાત, મુનેશ ઉર્ફે વિપુલ પોંકીયા, અમિત પ્રવીણભાઈ અને લાલજીભાઈ રણછોડ ડોબરીયા સહિત પાંચ ખેડૂતો સામે ફરજમાં રૂકાવટની ફરીયાદ કરી છે.

જેમા આ ખેડૂતોએ બોલેરોમાં આવી અને અમારી મગફળી ખરીદવી પડશે તેમ કહી રૂપિયા લેતા હોવાનો આક્ષેપ કરીને ફરજમાં રૂકાવટ કર્યાની ફરીયાદના આધારે પોેલીસે તપાસ હાથ ધરી છે.(૨-

(3:48 pm IST)