Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

બાબરાના ગરણી ગામે સ્વીચ બોર્ડ માથે પડતાં ભડકોઃ યુવાન દાઝયો

ભરત રાઠોડને સારવાર માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૧૧: બાબરાના ગરણી ગામે રહેતો ભરત જીવરાજભાઇ રાઠોડ (ઉ.૩૦) નામનો દેવીપૂજક યુવાન સાંજે ઘરે ઘરની દિવાલમાં ટંગાડી રાખેલા લાઇટના સ્વીચ બોર્ડ નીચે બેઠો હતો ત્યારે તેની ૧૧ વર્ષની દિકરી સપના લાઇટ ચાલુ કરવા જતાં સ્વીચબોર્ડ માથે પડતાં શોર્ટ સરકિટ થયા બાદ ભડકો થતાં ભરત દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

ભરત બે ભાઇ અને એક બહેનમાં નાનો છે અને છુટક ખેત મજૂરી કરે છે. તેને સંતાનમાં બે પુત્રી છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બાબરા પોલીસને જાણ કરી હતી. બનાવ ખરેખર કઇ રીતે બન્યો તે અંગે તપાસ થઇ રહી છે. (૧૪.૫)

(11:53 am IST)
  • તમામ બુથમાં VVPAT ગોઠવવા PIL: હાઈકોર્ટમાં ફેંસલો આવવા સંભાવના: ચૂંટણીપંચનો આદેશ છતાં હજુય VVPAT ઉપલબ્ધ ન હોવાનો દાવો : આ લોકસભા ચૂંટણીમાં તમામ ઈવીએમને VVPAT સાથે જોડવાની માંગ access_time 11:17 am IST

  • સુરત ટેક્ષટાઇલ માર્કેટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફોટાની પ્રિન્ટ વાળી સાડી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર :લોકસભા ચૂંટણી પહેલા મોદી સાડીએ મચાવી ધૂમ access_time 12:26 am IST

  • દેશમાં કરન્સી સરકયુલેશન પહોંચ્યુ રૂ. ર૦.૬પ લાખ કરોડઃ નોટબંધી પૂર્વે હતું રૂ. ૧૭.૯૭ લાખ કરોડ: દેશમાં રોકડનું સરકયુલેશન નવી ઉંચાઇએ પહોંચ્યુ છે. નોટબંધી પૂર્વ ચલણમાં રોકડ રૂ. ૧૭.૯૭ લાખ કરોડ હતી જે ૧૮ જાન્યુ. ર૦૧૯ના રોજ રૂ. ર૦.૬પ લાખ કરોડની નવી ઉંચાઇએ પહોંચી ગયું છે. access_time 11:17 am IST